
- લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા
- બોલેરો પીકઅપવાનમાં 16 શ્રમિકો સવાર હતા
- 5 શ્રમિકો અકસ્માતમાં ગંભીરરીતે ઘવાયા
સુરતઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે માંડવી નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.માંડવી નજીક હાઈવે પર બોલેરો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં સવાર 4 શ્રમિકોના મોત નીપજ્યા હતા. જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સુરતના માંડવી નજીક હાઈવે પર ટ્રક-બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બોલેરો પિકઅપમાં કુલ 16 શ્રમિકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સોનગઢના નીંદવાણાથી ઉમરપાડાના ઉમરગોત ગામેથી બોલેરામાં શ્રમિકો પરત આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. શ્રમિકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,
આ અકસ્માતના બનાવમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માંડવી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના માંડવી ઝંખવાવ રોડ પર સથવાવ ગામ નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો પીકઅપમાં ઉમરપાડાથી મજુર લઇ તાપી જિલ્લામાં જઈ રહ્યા હતા. જ્યારે ટ્રક માંડવીથી ઝંખવાવ તરફ જતી હતી. ત્યારે બોલેરો પીકઅપ અને ટ્રક સામ-સામે અથડાયા હતા. બોલેરો પીકઅપવાનમાં પ્રવાસ કરી રહેલા 16 મજૂરો પૈકી અકસ્માતમાં કુલ 4ના મોત થયા હતા અને 6 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ છે. ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નીંદવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે.