1. Home
  2. Tag "india"

રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી રહ્યા છેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ પ્રધાન ડો. એસ.જયશંકરએ કહ્યું હતું કે, પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા અને પ્રધાનમંત્રીને તેમનો અંગત સંદેશ પણ આપ્યો હતો. એસ જયશંકરે એમ પણ કહ્યું […]

દેશમાં કોરોનાના નવા 692 પોઝિટિવ કેસ નોંધાયાં, 6 વ્યક્તિના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે અને કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 692 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ દર કલાકે કોવિડ-19ના નવા 28 કેસ નોંધાય રહ્યાં છે. આમ દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 […]

ભારતે પાકિસ્તાન પાસે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી

નવી દિલ્હીઃ ભારતમાં અનેક આતંકવાદી કૃત્યને અંજામ આપનાર લશ્કર એ તોયબાના સ્થાપક અને ખુંખાર આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યર્પણની પાકિસ્તાન પાસે ભારતે માંગણી કરી હોવાનું જાણવા મળે છે. હાફિઝ સઈદ પુલવામાં આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ટ હોવાનું ભારતની સુરક્ષા એજન્સીઓની તપાસમાં ખુલ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર હાફિઝ સઈદના પ્રત્યર્પણ માટે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પાસે ભારતે ઔપચારિક માંગણી […]

ભારત અને ઇટાલી વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા સમજૂતીને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત સરકાર અને ઇટાલીની સરકાર વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા સમજૂતી પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે વિદેશ મંત્રાલયની દરખાસ્તને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીથી બંને પક્ષો વચ્ચે લોકોનો લોકો સાથેનો સંપર્ક વધશે, વિદ્યાર્થીઓ, કુશળ કામદારો, વ્યાવસાયિકો અને યુવાન વ્યાવસાયિકોની અવરજવર વધશે તથા […]

યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે રશિયા સાથે આ મહત્વપૂર્ણ પરમાણુ ઊર્જા કરાર પર હસ્તાક્ષર કર્યા

દિલ્હી:રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 5 દિવસની મોસ્કોની મુલાકાતે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ પરમાણુ ઊર્જા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આનાથી ચીનથી લઈને અમેરિકા સુધી ખળભળાટ મચી ગયો છે.વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, ભારત અને રશિયાએ મંગળવારે તમિલનાડુમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ભાવિ વીજ […]

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો, નવા 529 પોઝિટિવ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં 529 નવા કેસ સામે આવ્યા છે. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4093 ઉપર પહોંચી છે. દરમિયાન 3 દર્દીઓના મોત થયાં હતા. જેમાં બે કર્ણાટકમાં અને ગુજરાતમાં એક દર્દીનો સમાવેશ થાય છે. દરમિયાન કર્ણાટક […]

ભારતમાં રહેલા અમુક પરિબળો અને વિદેશી તાકાત સનાતન એકતાને ખંડિત કરવાના કાવાદાવા કરે છેઃ ડો.ગુરુપ્રકાશ પાસવાન

અમદાવાદઃ  ઉત્તર ભારતમાં દિવાળી પછી ઉજવાતી છઠ પૂજામાં સૌથી વધુ ભક્તિભાવ કોણ દર્શાવે છે? કાવડયાત્રામાં સૌથી વધુ કયા સમુદાયના લોકો હોય છે? રામનામી સંપ્રદાય શું છે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? શું શબરી વિના શ્રીરામની કલ્પના શક્ય છે? આ પ્રશ્નો સાથે પટણા યુનિવર્સિટી લૉ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. ગુરુપ્રકાશ પાસવાને ભારતમાં દલિત વિમર્શ ઊભો કરવાની જરૂરિયાત […]

ક્રિકેટ ટેસ્ટ સીરિઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતી કાલથી ટેસ્ટ મેચ શરૂ થશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે સિરીઝ જીત બાદ આવતી કાલથી કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ […]

દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજારને પાર પહોંચી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસ ફરી એકવાર ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. 24 કલાકમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 4054 ઉપર પહોંચ્યો છે. એક દિવસ પહેલા એક્ટિવ કેસનો આંકડો 3742 હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું કોરોનાને પગલે મોત થયું હતું. મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19ના નવા સબ વેરિએન્ટ જેએન.1ના પાંચ […]

UNESCO દ્વારા ભારતની ત્રણ ધરોહરોને શ્રેષ્ઠ શહેરી પુનર્જીવન વારસા તરીકે જાહેર

નવી દિલ્હીઃ UNESCOએ પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળો, હરિયાણાના ચર્ચ ઑફ એપિફેની અને દિલ્હીના બિકાનેર હાઉસને શહેરી પુનર્જીવન અને વારસા સંરક્ષણ શ્રેણીમાં પુરસ્કારો આપ્યા છે. પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળોને શ્રેષ્ઠતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે જ્યારે ચર્ચ ઓફ ધ એપિફેની અને બિકાનેર હાઉસને એવોર્ડ ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા છે. પીપલ હવેલી, પંજાબના ગુરદાસપુર જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code