1. Home
  2. Tag "india"

ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય,ટીમ ઈન્ડિયામાં આ 4 ખેલાડીઓ જોડાયા

મુંબઈ:ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમના તમામ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે.સિરીઝ પહેલા ભારતીય ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં ચાર ખેલાડીઓને જોડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, BCCIએ વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, સાંઈ […]

દેશમાં 9 અને 10મી ફેબ્રુઆરીએ દીકરીઓના 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે 11મી ફેબ્રુઆરી થી 15મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની સફળતાને ચિહ્નિત કરવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ સંબંધમાં, સમગ્ર ભારતમાં તારીખ 9મી ફેબ્રુઆરી અને 10મી ફેબ્રુઆરીના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા […]

ભારતમાં 2022માં સેવા ક્ષેત્રનો વિકાસ દર 8.4 ટકા નોંધાયો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022માં સેવા ક્ષેત્રમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો, જે અગાઉનાં નાણાકીય વર્ષમાં 7.8 ટકાનાં સંકોચનની તુલનામાં વર્ષ-દર-વર્ષ (YOY)માં 8.4% ની વૃદ્ધિ કરી રહ્યું છે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલાં આર્થિક સર્વેક્ષણ 2022-23માં આના પર પ્રકાશ પાડ્યો હતો. આ ઝડપી ઉછાળો સંપર્ક સઘન સેવાઓનાં પેટા-ક્ષેત્રમાં વૃદ્ધિ દ્વારા પ્રેરિત હતો, જેણે એકઠી થયેલી (પેન્ટ-અપ) […]

ભારતનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતા વધારે રહેવાની આઈએમએફની ધારણા

નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. તમામની નજર બજેટમાં થનારી જાહેરાત પર ટકેલી છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા IMFએ સારા સંકેત આપ્યા છે. IMFનું અનુમાન છે કે, 2023 અને 2024માં તે ચીન અને US કરતાં વધી શકે છે. IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રિપોર્ટને ટ્વિટ […]

ભારતના આ હિલ સ્ટેશનો ડેસ્ટિનેશન વેડિંગ માટે છે પરફેક્ટ

છેલ્લા કેટલાક સમયથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે.લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે સુંદર અને સસ્તી જગ્યાઓ શોધતા રહે છે.તો બીજી તરફ કેટલાક લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ પણ જતા હોય છે.તો આવો, આજે અમે તમને ભારતના કેટલાક એવા હિલ સ્ટેશન વિશે જણાવીશું જેને તમારા લગ્ન સ્થળ તરીકે પસંદ કરી શકાય છે. મસૂરી […]

ભારતમાં દર વર્ષે આફ્રિકાથી 12 ચિત્તાઓ લાવવામાં આવશે, દક્ષિણ આફ્રિકા સાથે થયાં કરાર

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે. સમજૂતી કરાર અનુસાર, આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. ગયા વર્ષે નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ બાદ હવે વધુ ચિત્તાઓ લાવવા માટે આ કરાર કર્યા છે. છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓના કારણે […]

પાકિસ્તાનને UAEએ સ્પષ્ટ સૂચનઃ કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરી વિવાદનો અંત લાવો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ દુનિયાના વિવિધ દેશોની મુલાકાત લઈને આર્થિક મદદ માંગી રહ્યાં છે, જો કે, મોટાભાગના દેશો આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સાથે અંતર રાખી રહી છે. દરમિયાન યુએઈ પાસે પણ પાકિસ્તાને આર્થિક મદદ માંગી હતી. દરમિયાન યુએઈએ પાકિસ્તાન અસીરો બતાવીને કાશ્મીરનો મુદ્દો ભુલીને ભારત સાથે મિત્રતા કરવા સુચન કર્યું છે. […]

બેંગ્લોર એરપોર્ટઃ બેંગકોકથી વિદેશી પશુઓની તસ્કરી કરીને ભારતમાં લાવવાના રેકેટનો પર્દાફાશ

બેંગ્લોકઃ ડીઆરઆઈએ બેંગ્લોર એરપોર્ટ પરથી વિદેશી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ બિન દેશી 18 પશુઓ રિકવર કરવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને WCCB ચેન્નાઈના અધિકારીની મદદથી ઝડપી ફોલો-અપમાં 48 વિવિધ પ્રજાતિઓના અન્ય 139 પ્રાણીઓ મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં પશુઓ મળી આવતા અધિકારીઓ પણ […]

સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારત સરકારે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારે કહ્યું છે કે, પાકિસ્તાનના ખોટા પગલાંએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન માટે નોટિસ આપવાની ફરજ પડી છે. ભારત સરકારે કહ્યું કે, પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના […]

સૌથી વધારે કામ કરનાર દેશમાં અમેરિકા, યુકે, ચીન અને ભારતનો પાછળ છોડી ફ્રાંસ ટોપ ઉપર

નવી દિલ્હીઃ દુનિયામાં જ્યારે પણ મહત્તમ પ્રેશર સાથે કામ કરવાની વાત થાય છે ત્યારે સૌથી પહેલા અમેરિકા અને બ્રિટનનું નામ આવે છે. જો કે, કોરોના સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવાને કારણે, મોટાભાગના દેશોમાં કામકાજના સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, લોકોમાં આદત બની ગઈ છે કે આખો દિવસ મેઈલ ચેક કરતા રહેવું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code