1. Home
  2. Tag "india"

રશિયાએ તેજ કર્યા હુમલા,ભારતે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું કે….

દિલ્હી:ક્રિમિયા બ્રિજ પરના હુમલાથી હતાશ થયેલા રશિયાએ હવે યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. સોમવારે રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા અને એક પછી એક અનેક મિસાઈલો છોડી હતી, જેના કારણે ફરી એકવાર બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. રશિયાએ મિસાઈલ હુમલા દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિત તેના ઘણા શહેરોને નિશાન […]

પશ્ચિમી દેશોએ ભારતના બદલે અત્યાર સુધી પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ન્યૂઝીલેન્ડ બાદ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પશ્ચિમી દેશોએ આતંકવાદીઓનો ગઢ મનાતા પાકિસ્તાનની સૈન્ય સરમુખત્યારશાહી સરકારને શસ્ત્રો આપ્યાં છે જ્યારે ભારતને હથિયારો આપવામાં આવ્યાં નહીં હોવાથી રશિયા પાસેથી ખરીદવામાં આવ્યાં હતા. ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ રહ્યાં છે અને સારા સંબંધ રહશે. આમ ભારતે નામ લીધા વિના અમેરિકા […]

મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ

અમદાવાદઃ સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે […]

ભારતના આગામી CJI કોણ હશે, કેન્દ્ર સરકારે માંગ્યા નામ 

ભારતના આગામી CJI કોણ હશે કેન્દ્ર સરકારે માંગ્યા નામ  દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું છે.સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી.તેમણે કહ્યું કે આ પત્ર શુક્રવારે સવારે જ મોકલવામાં આવ્યો છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સીજીઆઈ પછી […]

ખાંડની સૌથી વધુ નિકાસ કરતા દેશમાં ભારત હવે બીજા નંબર પર

દિલ્હી:ખાંડની સિઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) 2021-22માં, દેશમાં 5000 લાખ મેટ્રિક ટન (LMT) કરતાં વધારે શેરડીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવાનું નોંધાયું છે, જેમાંથી લગભગ 3574 LMT શેરડીનું પિલાણ સુગર મિલો દ્વારા લગભગ 394 LMT ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કરવા માટે થયું હતું. આમાંથી, 35 LMT ખાંડનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદન માટે કરવામાં આવ્યો હતો અને 359 LMT ખાંડનું ઉત્પાદન સુગર […]

ભારતમાં પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરાયું

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના તમામ વ્યવહારો ઉપર પૂર્ણવિરામ મુક્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનની અનેક યુ-ટ્યુબ ચેનલો ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલને બ્લોક કરાવ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન […]

અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરોમાં પ્રથમ તબક્કામાં 5જી સેવાનો પ્રારંભ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઈન્ટરનેટ સેવામાં 5જી સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. જેથી હવે સ્માર્ટફોન ધારકો હાઈસ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5જીની સ્પીટ 4જીથી 10 ગણી વધારે હોવાનું જાણવા મળે છે. હાલ આ સેવા અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં સેવાનો પ્રારંભ […]

પૂરપીડિત પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભટ્ટોએ ભારત પાસે મદદ લેવાનો ઈન્કાર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તાજેતરમાં અમેરિકન મેગેઝિનને વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે ચીન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર પૂછાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં તેણે ભારત વિશેના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા છે. આ જવાબોની ભારત પર કોઈ અસર થવાની નથી, પરંતુ આવનારા દિવસોમાં તેની અસર પાકિસ્તાન […]

T-20 વર્લ્ડ કપ 2022: ફાઈનલ જીતનારી ટીમ ઉપર થશે ધનવર્ષા

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપ 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મેગા ઈવેન્ટની શરૂઆત પહેલા આઈસીસીએ ટૂર્નામેન્ટની ઈનામી રકમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામની રકમ રાખવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ લગભગ 45.67 કરોડ છે. આમાં, વિજેતાને સૌથી વધુ 1.6 મિલિયન ડોલર […]

ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથીઃ સુપ્રીમ કોર્ટ

અમદાવાદઃ ભારતના સંસદ ભવનમાં રાષ્ટ્રીય પ્રતિક કહેવાતા અશોક સ્થંભનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું. જો કે, અશોક સ્થંભના સિંહની પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટે અરજી ફગાવીને કહ્યું હતું કે, ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code