Homerevoinewsગુજરાતમાં સમાન નાગરિક સંહિતા અંગેનો ડ્રાફ્ટ જસ્ટિસ રંજના દેસાઈ સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા અંગેનો ડ્રાફ્ટ જસ્ટિસ રંજના દેસાઈ સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો

  • સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો

ગાંધીનગર, 17 માર્ચ, 2026 – Uniform Civil Code in Gujarat ​ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.

આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલી આ સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ સી.એલ. મીણા, વરિષ્ઠ એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર શ્રીમતી ગીતા શ્રોફનો સમાવેશ થયેલો છે.

Uniform Civil Code in Gujarat
Uniform Civil Code in Gujarat

​ મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલુ જ નહીં ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ એ મુખ્યમંત્રીને આ અહેવાલના ત્રણ વોલ્યુમ સોંપ્યા તે વેળાએ સમિતિના સલાહકાર નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અને ઉત્તરાખંડના પુર્વ મુખ્ય સચિવ શત્રુઘ્નસિંઘ તથા સમિતિના સભ્યો, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, વૈધાનિક બાબતોના સચિવ કે એન લાલા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ અને સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img