આંતકની ફેકટરી ચલાવતું પાકિસ્તાન માનવાધિકારની વાત કરે તે માત્ર દેખાડો છે, UNHRCમાં ભારતનો પાક.ને આકરો જવાબ
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાન યુએનની યાદીમાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપે છે, આમ આતંકવાદની ફેક્ટરીઓ ચલાવતુ પાકિસ્તાન ભારતીય લોકોના માનવાધિકારો વિશે ચિંતા વ્યક્ત કરે તે છેતરપિંડી સમાન છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં માનવાધિકાર પરિષદ તેની શક્તિઓનો ઉપયોગ કરે […]


