1. Home
  2. Tag "india"

ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ: સીએમ પટેલ

અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે […]

એરિક ગાર્સેટીએ ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે શપથ લીધા

દિલ્હી:લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શુક્રવારે ઔપચારિક રીતે એરિક ગાર્સેટીને ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે શપથ લેવડાવ્યા હતા. ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી હતું. આ મહિનાની શરૂઆતમાં યુએસ સેનેટે ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે ગાર્સેટીના નામાંકનની પુષ્ટિ કરી […]

એશિયા કપમાં ભારતની તમામ મેચ પાકિસ્તાનની બહાર અન્ય દેશ રમાશે !

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં યોજનારા એશિયા કપને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, આ વખતે યજમાન પાકિસ્તાન ઉપરાંત અન્ય એક દેશમાં આ ટુર્નામેન્ટ યોજાશે. ભારતની તમામ મેચ પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં યોજાશે. જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય પાંચ ટીમોની તમામ મેચ પાકિસ્તાનમાં જ રમાશે. જો એશિયાકપમાં ભારત ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ […]

જમ્મુ-કાશ્મીરમાંથી મળેલા લિથિયમના ભંડારથી ભારત ઈ-વાહનનું સૌથી મોટુ ઉત્પાદક બની શકે છેઃ ગડકરી

દેશમાં વાહનોની સતત વધતી માંગ અને નિકાસને કારણે વાહનોનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. હાલમાં, ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું ઓટોમોબાઈલ ઉત્પાદક છે. તાજેતરમાં દેશને કુદરત તરફથી ભેટ મળી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં મળેલા લિથિયમ ભંડારનો ઉપયોગ કરીને ભારત ઇલેક્ટ્રિક વાહનોનું વિશ્વનું સૌથી મોટું […]

ભારતઃ 6Gની ઈન્ટરનેટ સ્પીડ 5G કરતા 50 ગણી વધારે હશે, નેટવર્ક પણ 15 ગણુ ઝડપી હશે

નવી દિલ્હીઃ દેશમાં હાલના આધુનિક જમાનામાં મોટાભાગના સ્માર્ટફોન ધારકો 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમજ દેશમાં હાલ 6જી નેટવર્ક ઉપર હાલ કામગીરી ચાલી રહી છે. 6જીની ઈન્ટરનેટ સ્પીડ 5જી કરતા 50 ગણી વધારે હશે, એટલું જ નહીં 5જી કરતા તેનું નેટવર્ક 15 ગણુ ઝડપી હશે. 6Gના ઉપયોગથી રેલ, હવાઈ અને માર્ગ નેટવર્કને ફાયદો થશે […]

દેશમાં કોરોનાની વાપસી:ફરી એકવાર નવા કેસ એક હજારને પાર,ગઈકાલ કરતાં 435 વધુ કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1,134 નવા કેસ સામે આવ્યા છે જે બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. બુધવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ અપડેટ ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને […]

અસરકારક આરોગ્ય સેવા વિતરણ માટે ભારતે ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સનો લાભ ઉઠાવવા તરફ હરણફાળ ભરી છે: ડૉ માંડવિયા

નવી દિલ્હીઃ “ડિજિટલ હેલ્થ ઇન્ટરવેન્શન્સ માત્ર વ્યક્તિગત હેલ્થકેર ડિલિવરી પ્રોગ્રામ્સ સુધી મર્યાદિત નથી, પરંતુ તે બહુવિધ સ્વાસ્થ્ય પરિણામોમાં ફેલાયેલો છે, જે આરોગ્ય અને રોગના બોજના સ્પેક્ટ્રમમાં ચેપી અને બિન-ચેપી રોગોને પૂરો પાડે છે”. આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ કો-બ્રાન્ડેડ ઇવેન્ટ “ગ્લોબલ કોન્ફરન્સ ઓન ડિજિટલ હેલ્થ-ટેકિંગ […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાને IMF 3 બિલિયન ડોલરની નાણાકીય સહાય કરશે

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પાટે ચડે તે માટે વિવિધ દેશોએ આર્થિક મદદ પુરી પાડી છે. ભારતે પડોશી પહેલો અનુસાર શ્રીલંકાને ચાર બિલિયન ડોલરની સહાય પુરી પાડી છે. દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડે ઋણમાં ડૂબેલા શ્રીલંકાને તેની આર્થિક કટોકટીમાંથી તરત જ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા […]

વિશ્વના સૌથી સુખી દેશોની યાદી જાહેર,જાણો ભારત કયા નંબરે છે

દિલ્હી: ગ્લોબલ હેપીનેસ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો છે. આ અંતર્ગત દુનિયાભરના સૌથી ખુશ દેશોની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. ટોચના 20માં એક પણ એશિયન દેશ નથી, જ્યારે ફિનલેન્ડ ટોચ પર છે, જેણે સતત છ વર્ષથી આ સ્થાન જાળવી રાખ્યું છે. આ દેશની વસ્તી 55 લાખથી વધુ છે. હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ફિનલેન્ડને 7.842 પોઈન્ટ મળ્યા છે. […]

ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે રૂ. 3.20 લાખ કરોડના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંકઃ PM મોદી

નવી દિલ્હીઃ  જાપાનના વડાપ્રધાન કિશિદા ભારતની મુલાકાતે આવ્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાના પીએમ કિશિદા વચ્ચે મીટીંગ મળી હતી. જાપાનના પીએમ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પીએમ  નરેન્દ્ર મોદીનું પ્રેસ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે, અમે આગામી 5 વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે ત્રણ લાખ વીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code