1. Home
  2. Tag "india"

ભારત અને થાઈલેન્ડ વચ્ચે આતંકવાદ વિરોધી સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી-2025’નો પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને થાઈલેન્ડ વચ્ચે આતંકવાદ વિરોધી સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી-2025’ શરૂ થઈ છે. આ કવાયત મેઘાલયના ઉમરોઈ ફોરેન ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાઈ રહી છે. તેનો ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓની આતંકવાદ વિરોધી ક્ષમતાઓ, વ્યૂહરચના અને સંકલન કૌશલ્યને મજબૂત બનાવવાનો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આ કવાયત સંયુક્ત રાષ્ટ્રના પ્રકરણો હેઠળ અર્ધ-શહેરી વિસ્તારોમાં હાથ ધરવામાં […]

‘સેમિકોન ઇન્ડિયા 2025’ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત સ્થિરતાનું પ્રતીક : અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કહ્યું કે જ્યારે વિશ્વ વૈશ્વિક નીતિગત ઉથલપાથલ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત ‘સ્થિરતા અને વૃદ્ધિ’ના દીવાદાંડી તરીકે ઉભરી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં યશોભૂમિ ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2025’ ના ઉદ્ઘાટન પ્રસંગે, કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વૈશ્વિક ઉદ્યોગ નેતાઓને ભારતમાં રોકાણ કરવા વિનંતી કરી અને […]

ભારતમાં 2027 સુધીમાં 47 લાખ નવી ટેક નોકરીઓ સર્જાવાની અપેક્ષા

ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ટીમલીઝ ડિજિટલના તાજેતરના અહેવાલ મુજબ, 2025 માં સર્જાનારી નવી વ્હાઇટ-કોલર ટેક નોકરીઓમાં એકલા GCCsનો હિસ્સો 22-25% હશે. રિપોર્ટ મુજબ, 2027 સુધીમાં 47 લાખ નવી ટેક નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે, જેમાંથી 12 લાખથી વધુ નોકરીઓ એકલા GCCs દ્વારા […]

કઝાકિસ્તાનના શિમકંદમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત પહેલીવાર સુવર્ણચંદ્રકો જીતી પ્રથમ સ્થાને

કઝાકિસ્તાનના શિમકંદમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચેમ્પિયનશિપમાં ભારત પહેલીવાર 50 સુવર્ણ ચંદ્રકો જીતીને મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે 26 રજત અને 23 કાંસ્ય ચંદ્રકો સહિત કુલ 99 ચંદ્રકો જીત્યા છે. કઝાકિસ્તાન બીજા અને ચીન ત્રીજા સ્થાને રહ્યું છે. દરમ્યાન ભારતના અંકુર મિત્તલે ગઈકાલે છેલ્લા દિવસે પુરુષોની ડબલ […]

ભારત ઉપરાંત આટલા દેશો ઉપર અમેરિકાએ નાખ્યો છે આકરો ટેરિફ

અમેરિકાએ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો છે, જેની અસર ભારતના નિકાસ પર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ વૈશ્વિક વેપારમાં ઘણી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ટ્રમ્પે કયા દેશ પર સૌથી વધુ ટેરિફ લાદ્યો છે અને આ યાદીમાં ભારત ક્યાં છે. માહિતી અનુસાર, અમેરિકાએ આફ્રિકન […]

હોકી એશિયા કપ: ભારતે ચીનને 4-3થી હરાવ્યું

પટણાઃ ભારતીય હોકી ટીમે ચીન પર શાનદાર વિજય સાથે હોકી એશિયા કપની શરૂઆત કરી છે. ગ્રૂપની પહેલી લીગ મેચમાં ભારતે ચીનને 4-3થી હરાવ્યું હતું. બિહારના નાલંદા જિલ્લાના રાજગીરના રાજગીર હોકી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે ચીન પર શાનદાર વિજય નોંધાવ્યો. કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ ગોલ કર્યા. જ્યારે જુગરાજ સિંહે એક ગોલ કર્યો હતા. આ […]

વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતની મુલાકાતે આવશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિને શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. ક્રેમલિનના અધિકારી યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિન સોમવારે ચીનમાં એક પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી […]

આગામી 10 વર્ષમાં જાપાન તરફથી ભારતમાં 100 ટ્રિલિયન યેન રોકાણનું લક્ષ્ય રાખ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશિબાએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ વધારવા માટે એક દાયકા લાંબી વ્યાપક કાર્ય યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. બંને નેતાઓએ ગઈકાલે ટોક્યોમાં તેમની શિખર મંત્રણા પછી આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું – 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર મંત્રણા દરમિયાન, […]

ભારતમાં કતારે મજબુત રોકાણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ચર્ચા દરમિયાન, નાણાંમંત્રીએ […]

યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા ઝેલેન્સકીએ હાકલ કરી

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો અને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ લખ્યું: “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર તમારી હાર્દિક શુભેચ્છાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code