1. Home
  2. Tag "india"

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ […]

NITI પંચે આપી ખુશખબરી, જણાવ્યું દેશમાં ઘટીને હવે કેટલી રહી ગઈ ગરીબી?

નવી દિલ્હી : નીતિ પંચે રાહતના સમાચાર આપ્યા છે. સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશમાં ગરીબી ઘટીને 5 ટકા રહી હોવાની વાત કહી છે. તાજેતરમાં સાંખ્યિકી કાર્યાલય તરફથી તાજેતરનો સર્વે જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ઉજાગર થાય છે કે ગ્રામીણ ખપત મજબૂત બની ગઈ છે અને શહેરી ખપતમાં અંતર ઓછું થઈ રહ્યું છે. ગરીબીનું સ્તર ઉપભોગ ખર્ચ […]

પાકિસ્તાન શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાં ખાલિસ્તાની સમર્થકોને બનાવ્યા સભ્ય, ભારતે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો તંગ છે, બીજી તરફ પાકિસ્તાન ભારતને પરેશાન કરવા માટે આતંકવાદ સહિતની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. હવે ફરી એકવાર પાકિસ્તાને એવી હરકત કરી છે જેના કારણે ભારતીયોમાં રોષ ફેલાયો છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાન શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (પીએસજીપીસી)માં ખાલિસ્તાન સમર્થકોને સ્થાન આપ્યું છે. જેને લઈને ભારત […]

ભાજપ બન્યું પક્ષપલટુઓનો અડ્ડો 10 વર્ષોમાં 600 નેતાઓ થયા સામેલ, 7 રાજ્યોની કમાન પણ દળબદલૂઓ પાસે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી 1980માં એના સ્થાપનાના વર્ષથી ખૂબ ઝડપથી અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. ભાજપે પહેલી વખત 1996માં 13 દિવસની સરકાર બનાવી હતી અને તેના પછી 1998માં 13 માસ અને 1999માં આખી ટર્મ ચાલનારી ગઠબંધન સરકાર બનાવી હતી. અટલ બિહારી વાજપેયીએ ત્રણેય વખત એનડીએની સરકારોનું નેતૃત્વ કર્યું હતું. 2014 અને 2019માં ભાજપની […]

ભારત બાદ અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, Nova-C લેન્ડરનું લેન્ડીંગ

નવી દિલ્હીઃ અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. આમ કરીને અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે. ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ મિશન આગામી સાત દિવસ સુધી સક્રિય રહેશે. ટેક્સાસ સ્થિત કંપની, ઇન્ટ્યુટિવ મશીન્સે […]

વિમેન્સ પ્રીમિયર લીગનો શનિવારથી પ્રારંભ, પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે

દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન શુક્રવારથી શરૂ થશે. IPLની જેમ જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા વર્ષે મહિલાઓ માટે T20 લીગ શરૂ કરી હતી. અગાઉ પણ બોર્ડે આવી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ તેને 2023માં IPL જેવું ફોર્મેટ આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં છેલ્લી વખત ફાઈનલ રમનાર બે ટીમો સામસામે ટકરાશે. દિલ્હી […]

ભારતમાં દવાઓનું ઉત્પાદન કરતી ઘણી વિદેશી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટૂંક સમયમાં બંધ થવાની સ્થિતિ

નવી દિલ્હીઃ તાજેતરમાં સ્વિસ ફાર્મા કંપની ‘નોવાર્ટિસ’એ એક ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાત હેઠળ કેટલીક બાબતોને સૂચિબદ્ધ કરવામાં આવી છે. નોવાર્ટિસ ઈન્ડિયા લિમિટેડની વ્યૂહાત્મક સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેના આધારે તે ભારતમાં દવાઓનું ઉત્પાદન બંધ કરી શકે છે. જેમાં સબસિડિયરી કંપનીમાં તેના હિસ્સાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. માત્ર ત્રણ મહિના પહેલા, યુકેની […]

ભારતના 36 રાજ્યોમાં મહિલા વિરૂદ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાત 33માં સ્થાને છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-2022 માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, 36 રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં 31માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં 33માં ક્રમે ( ગુજરાતની પાછળ જે રાજ્યનો ક્રમ આવે છે તેની વસતિ રાજ્યના એક મહાનગર જેટલી છે ), બાળકો સામેના ગુનાઓમાં 27માં ક્રમે, શરીર સબંધિત […]

ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે જાપાન રૂ. 12,827 કરોડની લોન આપશે

નવી દિલ્હીઃ ભારત અને જાપાને વિવિધ ક્ષેત્રોમાં નવ પ્રોજેક્ટના વિકાસ માટે 232.209 બિલિયન JPY ના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ વિકાસશીલ અને ભારતમાં જાપાનના રાજદૂત સુઝુકી હિરોશી વચ્ચે આ સંદર્ભે નોંધની આપ-લે કરવામાં આવી હતી. જાપાન સરકારે ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે 232.20 બિલિયન યેન (આશરે […]

First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક દિવસોમાં વધુ એક લોકસભા ચૂંટણી થાવની છે. 140 કરોડની વસ્તીવાળા ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવાય છે. જ્યાં કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશનની લોકસભા ચૂંટણી વિવાદોથી ભરેલી હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણી થઈ હતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code