1. Home
  2. ગુજરાતી
  3. First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?
First General Elections:  કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

0
Social Share

નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક દિવસોમાં વધુ એક લોકસભા ચૂંટણી થાવની છે. 140 કરોડની વસ્તીવાળા ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવાય છે. જ્યાં કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશનની લોકસભા ચૂંટણી વિવાદોથી ભરેલી હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણી થઈ હતી અને ત્યારથી આ પરંપરા પર દેશ આગળ વધી રહ્યો છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે.

પહેલી લોકસભા ચૂંટણી-

ફરી એકવાર દેશના લોકો પોતાના ઉમેદવારોને ચૂંટવા માટે બિલકુલ તૈયાર છે. રાજકીય પાર્ટીઓ દેશની સત્તા મેળવવાની રણનીતિ પર આગળ વધી રહી છે. આ વખતે 18મી લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હવે વાત કરવામાં આવે ભારતની પહેલી લોકસભાની 1951માં યોજાયેલી ચૂંટણીની. આ પહેલી લોકસભાની રચના 17 એપ્રિલ, 1952ના રોજ થઈ હતી.

1951માં પહેલી લોકસભા ચૂંટણીના કાર્યક્રમને આયોજીત કરવામાં આવ્યો હતો. તેમાં કેટલાક પડકારો સામે આવ્યા હતા. 35 કરોડની ત્યારની વસ્તીમાંથી લગભગ 85 ટકા લોકો નિરક્ષર હતા. સંચારનું કોઈપણ એવું માધ્યમ ન હતું કે જે લોકો સુધી સીધી પહોંચ ધરાવતું હોય. ત્યારે ટેલિવિઝન ન હતું અને રેડિયોની સંખ્યા ખૂબ ઓછી હતી. અખબારો પણ ઓછા પ્રકાશિત થતા હતા. લોકશાહીને લઈને લોકોમાં જાગરૂકતા પણ નહીંવત હતી, કારણ કે લોકશાહીને તેમણે પહેલા ક્યારેય જોઈ ન હતી. આવી સ્થિતિમાં ચૂંટણી કરાવવી જ મોટો પડકાર હતો.

વોટર્સની જાગરૂકતા હતો મોટો પડકાર-

વોટ કેવી રીતે નાખવો અને ક્યાં નાખવાન છે. તેનું સમાધાન કરવા માટે ચૂંટણી પંચે એક તરકીબ વિચારી હતી. ચૂંટણી પ્રક્રિયાને લઈને એક ફિલ્મ બનાવામાં આવી અને તેને ત્રણ હજારથી વધુ થિયેટરોમાં મફત દેખાડવામાં આવી હતી. તેની સાથે ઓલ ઈન્ડિયા રેડિયો પર પણ ઘણાં બધાં કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા. તેમાં લોકોને ચૂંટણી પ્રક્રિયા બાબતે ચૂંટણીને લગતી બાબતો જણાવવામાં આવી. અખબારોમાં પણ લેખ અને જાહેરાતોના માધ્યમથી લોકોને જાગરૂક કરવામાં આવ્યા. આ ચૂંટણીમાં સ્ટીલના કુલ મળીને 25 લાખ બેલેટ બોક્સોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે દરેક પાર્ટીનું અલગ બેલેટ બોક્સ હતું. આ ચૂંટણીમાં 180 ટન પેપરનો ઉપયોગ થયો અને તેના પર તે જમાનામાં 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

85 ટકા વસ્તી હતી નિરક્ષર-

પહેલી લોકસભા ચૂંટણીમાં વોટ આપવાની વય 21 વર્ષની હતી. પહેલી ચૂંટણીમાં લગભગ 17.3 કરોડ વોટર્સ હતા. મતદાન 45 ટકા થયું હતું. 489 બેઠકો પર 53 પક્ષોએ પોતાની કિસ્મત અજમાવી હતી. ચૂંટણીમાં કોંગ્રેસે 364 બેઠકો મેળવી અને સથી મોટી પાર્ટી બની હતી. બીજા ક્રમે અપક્ષ ઉમેદવારોએ 37 બેઠકો મેળવી હતી. ભારતીય જનસંઘે ત્રણ બેઠકો મેળવી હતી.જવાહરલાલ નહેરુને વડાપ્રધાન અને ગૃહના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તે સમયે ગૃહમાં ઔપચારીકપણે કોઈપણ ગૃહના નેતા ન હતા. આ પદને 1969માં માન્યતા મળી હતી. લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર હતા.

ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તન-

પહેલી લોકસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારને મતદાન કેન્દ્ર પર પોતાનું નામ અને ચૂંટણી ચિન્હ સાથે એક અલગ રંગીન મતપેટી આપવામાં આવતી હતી. તેનો એક જ ઉદેશ્ય હતો કે અભણ લોકો પણ પોતાની પસંદના ઉમેદવારોને સરળતાથી વોટ કરી શકે. દેશની પહેલી લોકસભા ચૂંટણી 68 તબક્માં સમાપ્ત થઈ હતી. 2019માં થયેલી ચૂંટણી સાત તબક્કામાં 50 દિવસમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા વધારવા માટે ઘણો વિકાસ કર્યો છે.

નકલી વોટિંગ રોકવાનો પડકાર-

ભારતીય ચૂંટણી પંચની સામે સૌથી પહેલીવાર પડકાર મતપેટીઓની લૂંટ રોકવાનો અને નકલી મતદાનથી બચવાનો હતો. એક જ વ્યક્તિ વારંવાર બટન દબાવી ન શકે અને તેના માટે હટાવી શકાય નહીં તેવી સ્યાહીનો ઉપયોગ કર્યો. રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળાની મદદથી વિકસિત આ અમિટ સ્યાહીનો ઉપયોગ પહેલીવાર 1962ની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો અને તે હજીપણ વોટર્સને વોટ નાખવાનું પ્રમાણ બનેલી છે.

બેલેટથી ઈવીએમ સુધી ક્યારે પહોંચ્યા-

ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્વનું પરિવર્તન 1990ના આખરી દશકમાં જોવા મળ્યું.તેમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની શરૂઆત થઈ હતી. તેના પહેલા બેલેટ પેપરથી વોટિંગના સમયે નકલી મતદાન પણ થતું હતું. મતપેટીઓની લૂંટથી લઈને બૂથ કેપ્ચરિંગ દ્વારા ઠપ્પામાર વોટિંગ સુધી, દરેક ચૂંટણીઓમાં ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉભો કરનારા સમાચાર આવવા લાગ્યા હતા. 2004માં પહેલીવાર ઈવીએમએ બેલેટ પેપરની સંપૂર્ણપણે જગ્યા લીધી હતી. તે વર્ષે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પહેલીવાર ઈવીએમ દ્વારા વોટિંગ થયું અને લોકોએ પોતપોતાના ઉમેદવારોને ચૂંટયા હતા.

ઈવીએમની સાથે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ – (વીવીપેટ)ના સાધન પણ આવ્યા. વીવીપેટથી મતદાતાઓને ખબર પડી જાય છે કે તેણે ક્યાં ઉમેદવારને વોટિંગ કર્યું છે. આનાથી ઈવીએમ હેકિંગ જેવી ખબરો પર વિરામ લાગે છે. જો કે ચૂંટણી પંચ હાલમાં પણ ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટે ઘણાં પગલા ઉઠાવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code