1. Home
  2. Tag "india"

ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.  આઇટીયુનાં મહાનુભવોને આવકારતા પીએમ મોદીએ પ્રથમ ડબલ્યુટીએસએ બેઠક માટે ભારતને પસંદ […]

નિજ્જર કેસ મામલે કેનેડાના PM ટ્રુડો ઉપર ભારતના વિદેશ મંત્રાલયે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે કેનેડાની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે, તેને રવિવારે એક રાજદ્વારી સંદેશ મળ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતના હાઈ કમિશનર અને કેટલાક રાજદ્વારીઓ કેસની તપાસમાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. સામાન્ય રીતે રસ ધરાવતા વ્યક્તિઓ એવા હોય છે જેઓ ફોજદારી કેસમાં શંકાસ્પદ હોય છે. જો […]

ભારત વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે, દ્રૌપદી મુર્મુએ એલ્જીરિયામાં ભારતીય સમુદાય સાથે કર્યો સંવાદ

અલ્જિયર્સ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જેરિયાની રાજધાની અલ્જિયર્સમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર અને ભારતીય સમાજે વિદેશમાં ભારતની સ્થિતિ, પ્રતિષ્ઠા અને સન્માન વધારવામાં ભારતીય સમુદાયની ભૂમિકાને હંમેશા મહત્વ આપ્યું છે. મુર્મુ તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ ચરણમાં રવિવારે સાંજે અલ્જિયર્સ પહોંચ્યાં હતા. આફ્રિકા સાથે સંબંધો મજબૂત કરવા માટે ભારતીય […]

ભારતના આ રાજ્યમાં સૌથી ઓછી વસ્તી, તમે આંકડા પર વિશ્વાસ નહીં કરો

ભારતનું એક એવું રાજ્ય છે જેની વસ્તી આખા દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી ઓછી છે. આ રાજ્ય છે સિક્કિમ. સિક્કિમ તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. આ ઉપરાંત, આ રાજ્ય તેની ઓછી વસ્તી માટે પણ પ્રખ્યાત છે. સિક્કિમની વસ્તી સતત વધી રહી છે, પરંતુ તેમ છતાં તે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી […]

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર થયેલા હુમલા અને સતખીરાના જશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓ ખેદજનક છે. મંદિરના હુમલાખોરો મંદિરને અપવિત્ર કરવા […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે.   મંત્રીએ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો […]

ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં આસિયાન વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃત્તિ યોજના શરૂ થશેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં જણાવ્યું હતું કે, તમારી મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સૂચનો માટે તમારા બધાનો આભાર. અમે ભારત અને આસિયાન વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા કટિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને માનવ કલ્યાણ, પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહીશું. અમે માત્ર ભૌતિક જોડાણ […]

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી. […]

રતન ટાટાને ભારતનો સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન આપવા માંગણી

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં રજુ કરાયો પ્રસ્વાત કેન્દ્ર સરકાર સમક્ષ ભારતરત્ન આપવા કરી ભલામણ મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે પણ રત્ન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલી નવી દિલ્હીઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી પાઠવી છે. એટલું જ નહીં તેમના અંતિમ સંસ્કારમાં સરકાર વતી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન મહારાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code