1. Home
  2. Tag "india"

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

ભારતે ભવ્ય આદિવાસી વારસામાંથી શીખીને તેના ભવિષ્યને આકાર આપવો પડશે : PM

નવી દિલ્હીઃ રાષ્ટ્ર ભગવાન બિરસા મુંડા અને કરોડો જનજાતિ બહાદુરોના સપનાઓને સાકાર કરવા માટે ‘પંચ પ્રાણ’ની ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. “જનજાતિ ગૌરવ દિવસ દ્વારા દેશના આદિવાસી વારસામાં ગર્વ વ્યક્ત કરવો અને આદિવાસી સમુદાયના વિકાસ માટેનો સંકલ્પ એ ઊર્જાનો એક ભાગ છે”,એમ તેમણે કહ્યું. પીએમ મોદીએ આજે એક વીડિયો સંદેશ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ […]

ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે ભરશે ઉડાન,જાણો શું છે ખાસિયતો

આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે.દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.3 પે-લોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર […]

ભારતે લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસની વ્યૂહરચના UCFCCC ને સુપરત કરી

નવી દિલ્હીઃ ભારતે આજે 27મી કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી27) દરમિયાન યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી)ને તેની લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસ વ્યૂહરચના સુપરત કરી હતી. લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વિકાસ વ્યૂહરચના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેઓ 6-18 નવેમ્બર, 2022 સુધી ઇજિપ્તના શર્મ-અલ-શેખ […]

ભારતીય જળસીમામાં માછીમારી કરતા 11 માછીમારો ઝડપાયાં

બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડે ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી મામલે શ્રીલંકાના 11 માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે તેમની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમની ધરપકડ પછી, કોસ્ટ ગાર્ડ વધુ તપાસ માટે શ્રીલંકાના માછીમારોને કાકીનાડા લઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડે શ્રીલંકાના માછીમારો વિરુદ્ધ આ કાર્યવાહી કરી […]

સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર વચ્ચે જૂની બિલ્ડીંગમાં યોજાવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર તા. 7મી ડિસેમ્બરથી પ્રારંભ થવાની શકયતા છે, આ સત્ર તા. 29મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની સંભાવના છે. હાલ વિધાનસભાની નવી બિલ્ડીંગનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, સંસદનું આ શિયાળુ સત્ર જૂના સંસદ ભવનમાં જ યોજાય તેવી શકયતા છે. તારીખો વિશે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ […]

ભારત 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે-અમિત શાહ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમિલનાડુના ચેન્નાઈમાં કહ્યું કે,છેલ્લા આઠ વર્ષમાં દેશે વિકાસ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઝડપથી કામ કર્યું છે.તેમણે કહ્યું કે,2025 સુધીમાં ભારત ચોક્કસપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું, તાજેતરના મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, ભારત 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.આ માટે આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. […]

અન્યને નુકસાન પહોંચાડીને દેશ મજબૂત અને સમૃદ્ધ ના બનેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારત એવા વિશ્વ વ્યવસ્થામાં વિશ્વાસ નથી રાખતું જ્યાં કેટલાક દેશોને બીજા કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો સુરક્ષા ખરેખર સામૂહિક સાહસ બની જાય, તો વૈશ્વિક સ્થાપત્યની શક્યતાઓ શોધી શકાય છે, એમ તેમણે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું. નેશનલ ડિફેન્સ કોલેજ ખાતેના સંબોધનમાં, તેમણે સાયબર હુમલા અને સુચના યુદ્ધ જેવા ગંભીર ઉભરતા સુરક્ષા […]

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એકઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. યેલેને કહ્યું કે, યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે આ મારી પ્રથમ ભારત મુલાકાત છે. હું અહીં આવીને ખુશ છું, કારણ કે ભારત તેની આઝાદીના 75માં […]

‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું અને રહેશેઃ UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) ખાતે 7-18 નવેમ્બર દરમિયાન યુનિવર્સલ ટાઈમલી રિવ્યુ (UPR) વર્કિંગ ગ્રૂપના 41મા સત્રને સંબોધિત કરતા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code