1. Home
  2. Tag "india"

16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત 23 સુવર્ણ ચંદ્રક, 8 રજત અને 10 કાંસ્ય સહિત કુલ 42 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને

કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં ભારત 23 સુવર્ણ ચંદ્રક, 08 રજત અને 10 કાંસ્ય સહિત કુલ 42 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં સિનિયર, જુનિયર અને યુથ કેટેગરીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. સિનિયર કેટેગરીમાં, ઇલાવેનિલ વાલારિવન અને અર્જુન બાબુતાએ ફાઇનલમાં ચીનને 11 સામે 17 પોઇન્ટથી હરાવ્યું. […]

અવકાશ ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અભૂતપૂર્વ : જીતેન્દ્ર સિંહ

દેશ બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી. જે ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાને સમર્પિત છે. આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને ISROના અધ્યક્ષ ડૉ. વી. […]

ભારત માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે માનક બ્યુરોની કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ – BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દેખરેખ દરમિયાન, BISને જાણવા મળ્યું છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મિન્ત્રા, […]

ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં છે. પીએમ મોદીએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ […]

ભારતનું સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં 100-110 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા

સેમિકન્ડક્ટર ચિપ્સની વૈશ્વિક માંગ આસમાને પહોંચી રહી છે, પરંતુ ચિપ ઉદ્યોગ થોડા મર્યાદિત ભૌગોલિક વિસ્તારો સુધી મર્યાદિત હોવાને કારણે સપ્લાય ચેઇન ખૂબ જ નબળી છે. તે જ સમયે, ભારત આ સંદર્ભમાં એક મુખ્ય દેશ તરીકે ઉભરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને સેમિકન્ડક્ટર ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) […]

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો

ભારત એક ગ્રીન ફ્યુચર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 100 GW સૌર ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકને પાર કર્યા પછી, દેશ 2030 સુધીમાં 500 GW સ્વચ્છ ઉર્જા અને 2070 સુધીમાં નેટ-ઝીરો ઉર્જા સુધી પહોંચવાના માર્ગ પર છે. મોટા સૌર ઉદ્યાનો, છત પર સૌર ઉર્જા અને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવા પ્રોજેક્ટ્સ ઘરોને ઊર્જા આત્મનિર્ભર […]

ભારતે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બે રજત ચંદ્રક જીત્યા

ભારતે ગઈકાલે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ-2025માં બે રજત ચંદ્રક જીત્યા. મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં રીનાએ જ્યારે પ્રિયા મલિક 76 કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો.આ દરમિયાન 2024 કેડેટ વિશ્વ ચેમ્પિયન અને વર્તમાન અંડર-20 એશિયન ચેમ્પિયન કાજલે 72 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેમ્પિયનશિપમાં ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા 5 થઈ છે જેમાં […]

ભારત શ્રી અન્નના ઉત્પાદનમાં સૌથી મોખરે, એક વર્ષમાં 180 લાખ ટનનું ઉત્પાદન

ભારત હાલમાં વિશ્વમાં મિલેટ(શ્રી અન્ન)નો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 38.4% ફાળો આપે છે (FAO, 2023). મિલેટની ઓછી કિંમતની ખેતી અને આબોહવા પરિવર્તનનો સામનો કરવાની તેમની ક્ષમતાએ તેને ખેડૂતો માટે ટકાઉ વિકલ્પ અને દેશના ખાદ્ય બાસ્કેટનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે. જુલાઈ 2025 સુધીમાં, ભારતે 2024-25માં કુલ 180.15 લાખ ટન મિલેટનું ઉત્પાદન […]

UNSC:ભારતે 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન થયેલી જાતીય હિંસા મુદ્દે પાકિસ્તાનની ટીકા કરી

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરૂ થયેલી જાતીય હિંસા હજુ પણ યથાવત છે. ભારતના કાયમી મિશનના ચાર્જ ડી’અફેર્સ એલ્ડોસ મેથ્યુ પુનૂસે જણાવ્યું હતું કે, 1971માં પાકિસ્તાની સૈન્ય દ્વારા અંદાજે 4 લાખ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ કરાયું હતું. તે હજુ પણ […]

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપઃ ભારતે બે સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક જીત્યા

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતે પાંચ મેડલ જીત્યાં હતા. જેમાં બે સુવર્ણ અને 3 રજત ચંદ્રકનો સમાવેશ થાય છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ગિરીશ ગુપ્તાએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક અને દેવ પ્રતાપે રજત ચંદ્રક જીત્યો છે. ગિરીશે ફાઈનલમાં 241.3 પોઈન્ટ અને દેવ પ્રતાપે 238.6 પોઈન્ટ મેળવ્યા હતા. ભારતે પહેલા દિવસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code