ભારતનું આક્રમક વલણ: બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું મોકલી ફટકાર લગાવી, વિઝા કામગીરી સ્થગિત
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી નિવેદનબાજી અને વધતી જતી અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો (7-સિસ્ટર્સ) ને અલગ કરવાની ધમકી અને ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હામિદુલ્લાહને તેડું મોકલીને સખત વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ભારતે ઢાકા સ્થિત […]


