1. Home
  2. Tag "indian army"

ભારતીય સેનાએ હિમાલયના 16,000 ફૂટની ઊંચાઈએ હાઇ-એલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવી

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ હિમાલયના હજારો ફૂટ ઊંચા,બર્ફીલા અને મુશ્કેલ પ્રદેશોમાં સૈન્ય પુરવઠાની સમસ્યા હલ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીકલ નવીનતા દર્શાવી છે. આર્મીના ગજરાજ કોર્પ્સ દ્વારા 16,000 ફૂટની ઊંચાઈ પર કાર્યરત થઈ શકે તેવી સ્વદેશી હાઇ-એલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.આ સિસ્ટમ ખાસ કરીને કામેંગ હિમાલય જેવા વિસ્તારોમાં, જ્યાં ઊંચાઈ અને અણધારી હવામાનને કારણે […]

ભારતીય સેનાને ઇન્વાર એન્ટી-ટેન્ક મિસાઇલો મળશે; સંરક્ષણ મંત્રાલયે BDL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: સેનાના T-90 ટેન્ક દુશ્મનો પર વધુ તાકાતથી પ્રહાર કરી શકશે. સંરક્ષણ મંત્રાલયે સેના માટે એન્ટી-ટેન્ક મિસાઇલો ખરીદવા માટે સરકારી માલિકીની ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીના સાઉથ બ્લોક ખાતે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને BDL ના પ્રતિનિધિઓ દ્વારા આ કરાર પર […]

ભારતીય સેનાની 10 મહિલા અધિકારીઓ INSV ત્રિવેણી પર સવાર થઈને વિશ્વભ્રમણ માટે રવાના

નવી દિલ્હીઃ ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સની 10 મહિલા અધિકારીઓ આજે ઇતિહાસ રચવા જઈ રહી છે. તેઓ INSV ત્રિવેણી પર સવાર થઈને વિશ્વભ્રમણ માટે રવાના થશે. આ અનોખા અભિયાનને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહિલા દળ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી પોતાની ઐતિહાસિક સફર શરૂ કરશે. […]

શિવપુરીમાં પૂરમાં ફસાયેલા શાળાના બાળકોને ભારતીય સેનાની મદદ મળી, 100 થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ભારતીય સેનાએ મંગળવારે (30 જુલાઈ) મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાયેલા 27 શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બચાવ્યા છે. આ બધા બાળકો ‘રાઇઝિંગ સોલ્સ સ્કૂલ’માંથી વેકેશન પછી ઘરે પરત ફરતી વખતે બસમાં ફસાઈ ગયા હતા. સિંધુ નદીના વધતા પાણીના સ્તર અને તીવ્ર પ્રવાહને કારણે, આ વિદ્યાર્થીઓ પચાવલી ગામ નજીક બસમાં ફસાઈ ગયા હતા. […]

ભારતીય સેનાનું AI અને ‘સેન્સર-ટુ-શૂટર’ સિસ્ટમ સાથે શક્તિ પ્રદર્શન

નવી દિલ્હીઃ ભવિષ્યના યુદ્ધના દૃશ્યોને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ પૂર્વ સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારમાં ‘દિવ્ય દ્રષ્ટિ’ નામની એક અદ્યતન તકનીકી કવાયત હાથ ધરી હતી. આ ‘દિવ્ય દ્રષ્ટિ’ લશ્કરી કવાયતમાં, અદ્યતન તકનીકો, કૃત્રિમ બુદ્ધિ (AI), ડ્રોન અને ‘સેન્સર-ટુ-શૂટર’ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન, સેનાએ વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આધુનિક સિસ્ટમોની અસરકારકતાનું મૂલ્યાંકન કર્યું. […]

ગુજરાતઃ 10 વર્ષના અંશ શાહએ 4 વર્ષની બચત કરેલી રકમ ભારતીય સેના ફંડમાં દાન કરી

ગાંધીનગરઃ આજના સમયગાળામાં જ્યારે વેકેશનના દિવસોમાં મોટાભાગના બાળકો મોબાઇલમાં વ્યસ્ત હોય છે, ત્યારે દસ વર્ષના અંશ શાહે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરીને સમાજ માટે એક નવી દિશા દર્શાવી છે. અંશ શાહે પોતાના છેલ્લા ચાર વર્ષથી ગલ્લામાં જમા કરેલી બચત રકમ ભારતીય સેના ફંડમાં દાન કરીને નાનકડી ઉંમરમાં મોટી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી છે. માત્ર […]

ભારતીય સેનાના ડીજીની પાકિસ્તાની સેનાને ચેતવણી – ‘સમગ્ર પાકિસ્તાન રેન્જમાં છે’

ભારતીય સેનાના એર ડિફેન્સ ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ ઓપરેશન સિંદૂર પછી ભારતની લશ્કરી ક્ષમતાઓ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત પાસે પાકિસ્તાનમાં ઘૂસીને ચોક્કસાઈથી હુમલો કરવાની શક્તિ છે, પછી ભલે તે રાવલપિંડી, ખૈબર પખ્તુનખ્વા હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય. લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ કહ્યું […]

ભારતીય સેનાએ 9-10 મેની રાત્રે હવાઈ હુમલો કર્યોની પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની કબૂલાત

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાના હવાઈ હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે. બીજી તરફ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલી વખત સ્વીકાર્યું છે કે 9-10 મેની રાત્રે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ભારતીય સેનાએ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ હવાઈ હુમલામાં અનેક પાકિસ્તાની એરબેઝ પર મિસાઈલ હુમલા […]

જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સને ભારતીય સેનાએ નષ્ટ કર્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સને નષ્ટ કરી દીધા છે. અહીંથી ટ્યુબ લોન્ચ ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, ભારતીય સેનાએ બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આમાં ડ્રોનનો પણ સમાવેશ થાય છે જે રહેણાંક અને લશ્કરી […]

પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્રિવેદીની પત્નીએ ઓપરેશન સિંદુર માટે ભારતીય સેનાનો આભાર માન્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશ્ન્યાએ ભારતીય સેનાની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે હું મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. તેમણે કહ્યું કે હું ખૂબ નાની છું. હું વધુ શું કહી શકું? અમારા આખા પરિવારને પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code