1. Home
  2. Tag "indian army"

ભારતીય સેનાના મૂક યોદ્ધા શ્વાન, ધોડા અને ઊંટનું વિશેષ સન્માન કરાયું

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: દેશની રક્ષા માટે માત્ર જવાનો જ નહીં, પરંતુ ભારતીય સેનાના તાલીમબદ્ધ પ્રાણીઓ પણ ખડેપગે સેવા આપે છે. દેશના સૌથી કઠિન અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા સેનાના આ ‘મૂક યોદ્ધાઓ’ નું સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લદ્દાખ અને સિયાચિન જેવા વિસ્તારોમાં અસાધારણ યોગદાન […]

કઠુઆમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, પ્રજાસત્તાક દિવસે હાઈ એલર્ટ

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: આજે જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ડૂબેલો છે, ત્યારે સરહદ પારથી પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત કરવાનો પ્રયાસ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઈ છે. પ્રજાસત્તાક દિવસના સંવેદનશીલ અવસરને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો પહેલાથી […]

કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાનોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: કાશ્મીરના ડોડામાં ગમખ્યાર દૂર્ઘટના સર્જાઈ છે. અહીંથી પસાર થતુ સેનાનું કેન્સપર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાનું જાણવા મળે છે જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. સેનાનું આ વાહન ડોડાના ભદ્રવાહ ચંબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે, આ રોડ પહેલાથી ખરાબ હોવાનું જાણવા મળે છે. સેનાનું […]

કાશ્મીરમાં 12,000 ફૂટની ઊંચાઈએ આતંકીઓએ બનાવેલું બંકર ભારતીય સૈન્યે ફુંકી માર્યું

શ્રીનગર, 20 જાન્યુઆરી, 2026: Indian Army blew up the bunker જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના જડમૂળથી સફાયા માટે ભારતીય સેનાએ અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવી ચોકસાઈથી એક મોટી સફળતા હાંસલ કરી છે. કાશ્મીર ખીણના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં આશરે 12,000 ફૂટની ઊંચાઈએ આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવેલું એક અત્યંત સુરક્ષિત અને છુપાયેલું બંકર ભારતીય સેનાના જવાનોએ તોડી પાડ્યું […]

ભારતીય સૈન્ય દ્વારા ભુજમાં નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ તથા પરિવાર સાથે મિલન સમારંભ યોજાયો

ભુજ, જાન્યુઆરી, 2026: Indian Army ભારતીય સેનાના આદર્શો અને સમય-સન્માનિત પરંપરાઓને જાળવી રાખતા, 18 જાન્યુઆરી, 2026ને રવિવારે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ‘બાલ્ડ ઈગલ બ્રિગેડ’ દ્વારા એક વિશાળ ‘વેટરન્સ આઉટરીચ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર કચ્છ જિલ્લાના વેટરન્સ (નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ), વીર નારીઓ, વિધવાઓ અને તેમના પરિવારો સુધી પહોંચવાનો હતો. આ કાર્યક્રમ […]

ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અતૂટ સંકલ્પનું પ્રતીક: PM મોદી

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026 : દેશ આજે ‘સેના દિવસ‘ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અપ્રતિમ સાહસનું પ્રતીક છે. સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણી સેના અતૂટ સંકલ્પ સાથે દેશની સુરક્ષા કરે છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ દ્વારા જણાવ્યું […]

નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવા માટે 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે

નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2026 – 10th Armed Forces Veterans Day કૃતજ્ઞ રાષ્ટ્ર આજે 14 જાન્યુઆરી, 2026 ના રોજ 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે (Armed Forces Veterans’ Day) ઉજવી રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રની વિશિષ્ટ સેવા કરનારા નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણી માટે દેશભરમાં શ્રેણીબદ્ધ […]

સરહદ પર પાકિસ્તાનનું ફરી નાપાક કૃત્ય: રાજૌરીમાં LoC પાસે દેખાયું ડ્રોન

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: 26 જાન્યુઆરી ‘પ્રજાસત્તાક દિવસ‘ પૂર્વે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ડ્રોન ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાંબા બાદ હવે રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરના ડુંગા ગાલા વિસ્તારમાં અંકુશ રેખા (LoC) પાસે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ભારતીય સેનાના સતર્ક જવાનોએ ડ્રોન જોતાની સાથે જ તેના પર ફાયરિંગ શરૂ કરી […]

ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ તાલીમ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ ભારતીય સશસ્ત્ર દળોની તાલીમને ભવિષ્યના પડકારો સાથે સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો છે. આર્મી, નેવી અને એરફોર્સ માટે સંયુક્ત રીતે તૈયાર કરાયેલ આ દસ્તાવેજ તાલીમ પ્રણાલીઓને વધુ આધુનિક, અસરકારક અને ભવિષ્યલક્ષી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (IDS) દ્વારા […]

ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Drone awareness program ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોલ્ડન કટાર ડિવિઝને 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નિવૃત્ત સૈનિકો માટે વ્યાપક ડ્રોન જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 300 ભૂતપૂર્વ સૈનિકોની મોટી ભાગીદારી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ઝડપથી વિકસતી ડ્રોન ટેકનોલોજી, તેમના ઉપયોગો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code