1. Home
  2. Tag "indian railways"

ભારતીય રેલવેનો દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર 1.30 લાખ હજાર કરોડથી વધુ ખર્ચ

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવે દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે, સરકારના સતત પ્રયાસોને કારણે, 2013-14માં અકસ્માતોની સંખ્યા 170 થી ઘટીને 31 થઈ ગઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ટેકનોલોજી અને સુધારેલી જાળવણી પદ્ધતિઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. […]

ભારતીય રેલવઃ ભક્તો અને મુસાફરો માટે 380 ગણપતિ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ 2025 માટે 380 ગણપતિ સ્પેશિયલ ટ્રેન ટ્રીપ્સની જાહેરાત કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે, જે તહેવારોની મોસમ દરમિયાન ભક્તો અને મુસાફરો માટે સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે. 2023માં, કુલ 305 ગણપતિ સ્પેશિયલ ટ્રેન ટ્રીપ્સ ચલાવવામાં આવી હતી, જ્યારે 2024માં આ સંખ્યા વધીને 358 થઈ ગઈ હતી. મહારાષ્ટ્ર […]

ભારતીય રેલવેએ દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્શન પર સ્વદેશી રેલવે સુરક્ષા પ્રણાલી કવચ 4.0 શરૂ કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્શન પર સ્વદેશી રેલવે સુરક્ષા પ્રણાલી કવચ 4.0 શરૂ કરી છે. દેશમાં રેલવે સુરક્ષા પ્રણાલીઓના આધુનિકીકરણ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રેલવેએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનમાંથી પ્રેરણા લઈને કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સ્વદેશી રીતે ડિઝાઇન, […]

ભારતીય રેલવેઃ હવે વેરિફાઈડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે

તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, 1 જુલાઈથી ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ ટિકિટ બુક કરાવી શકશે. મુસાફરોને તત્કાલ ટિકિટો વાજબી અને પારદર્શક રીતે સુલભ બનાવવા અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે, ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારાઓની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ જુલાઈથી, ફક્ત આધાર વેરિફાઇડ […]

ભારતીય રેલવેએ 2.5 કરોડ શંકાસ્પદ વપરાશકર્તા ID નિષ્ક્રિય કર્યા

નવી દિલ્હીઃ પારદર્શિતા, સુરક્ષા અને વપરાશકર્તા અનુભવ વધારવાની દિશામાં એક મોટી છલાંગ લગાવતા, ભારતીયરેલવેએ તેના ટિકિટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપક ડિજિટલ ફેરફાર કર્યો છે. અત્યાધુનિક એન્ટિ-BOT સિસ્ટમ્સની જમાવટ અને અગ્રણી કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN) સેવા પ્રદાતા સાથે સંકલન દ્વારા, રેલવેએ અનૈતિક એજન્ટો દ્વારા અનધિકૃત સ્વચાલિત બુકિંગને નોંધપાત્ર રીતે નિયંત્રિત કર્યું છે અને વાસ્તવિક વપરાશકર્તાઓ માટે વેબસાઇટની ઍક્સેસમાં […]

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારતીય રેલવેના બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

ભારતીય રેલવેની લાઇન ક્ષમતા વધારવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બુધવારે ભારતીય રેલવેમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી જેથી મુસાફરો અને માલસામાનનું સરળ અને ઝડપી પરિવહન સુનિશ્ચિત થાય. આ પ્રોજેક્ટ્સની કુલ અંદાજિત કિંમત લગભગ રૂ. 3,399 કરોડ છે અને તે 2029-30 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ્સ લગભગ 74 લાખ માનવ-દિવસો માટે […]

ભારતીય રેલ્વેએ 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં, રેલ્વે સ્ટેશનો અને સેવા ઇમારતો પર 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. છેલ્લા પાંચ વર્ષમાં, રેલવેએ 1,489 સૌર એકમો સ્થાપિત કર્યા […]

ભારતીય રેલવ દ્વારા આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં વંદે ભારત પૂર્જાઓ સહિત રોલિંગ સ્ટોકની નિકાસ

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે નિકાસને વેગ આપવા માટે લેવામાં આવેલા પગલાઓની રૂપરેખા પણ આપી હતી. જેમાં ભારતીય રેલવેને રેલવે ટેકનોલોજી અને ઉત્પાદનમાં વૈશ્વિક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ભારત’ની પહેલ અંતર્ગત ભારતીય રેલવેએ આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં વંદે ભારત ટ્રેન ઘટકો સહિત રોલિંગ સ્ટોકની સફળતાપૂર્વક […]

ભારતીય રેલવેની આર્થિક સ્થિતિ સારી, મુસાફરોને વધુ સબસિડી આપે છે: કેન્દ્રીય રેલવે મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે મુસાફરોને સસ્તા ભાડામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાની સાથે વૈશ્વિક સ્તરે પણ એક અલગ ઓળખ બનાવી […]

મહાકુંભ મેળાના અંતિમ સપ્તાહ દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં વધારાને પહોંચી વળવા ભારતીય રેલવેનું વિશેષ આયોજન

લખનૌઃ ગત શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડની ઘટના બાદ ભારતીય રેલવેએ અનેક કડક પગલાં લાગુ કર્યા છે. અયોધ્યા, વારાણસી, ગાઝિયાબાદ, નવી દિલ્હી અને આનંદ વિહાર સહિતના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા વધારવા માટે વિશેષ હોલ્ડિંગ એરિયા અને વધારાની આરપીએફ તૈનાતીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાઝિયાબાદ સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code