1. Home
  2. Tag "injured"

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: ઈશાન કિશનનું બેટ બોલ્યું, 23 બોલમાં 77 રન ફટકાર્યાં

મુંબઈઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં ભારતમાં રમાઈ રહી છે જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ બોલ અને બેટથી ધમાલ મચાવી રહ્યાં છે. આ વખતે ઇશાન કિશનનું બેટ બોલ્યું હોય તેમ માત્ર 23 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈશાન કિશનની આ ઈનિંગની મદદથી ઝારખંડની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સી મેચમાં અરુણાચલ પ્રદેશને 10 […]

વેસ્ટઈન્ડીઝનો ઈજાગ્રસ્ત આ ખેલાડી ભારત સામેની વન-ડે ટુર્નામેન્ટમાંથી થયો બહાર

વેસ્ટ ઈન્ડિઝ ભારતના આગામી વ્હાઈટ-બોલ પ્રવાસમાં ઓલરાઉન્ડર સ્ટેફની ટેલર વિના રહેશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની એક રીલીઝ મુજબ, 33 વર્ષીય ટેલર હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને ભારતમાં આગામી ત્રણ વનડે અને ટી20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ડિઆન્ડ્રા ડોટિને આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પુનરાગમન કર્યું […]

ઓલ સ્ટાર ટેનિસ લીગ 2024ની ટૂર્નામેન્ટ પહેલાં કરણવીર થયો ઈજાગ્રસ્ત, પગમાં થઈ ઈજા

જયપુરઃ ઓલ સ્ટાર ટેનિસ લીગ 2024માં રાજસ્થાન જગુઆરનો કેપ્ટન કરણવીર બોહરા ઈજાગ્રસ્ત થયો છે. ટૂર્નામેન્ટ પહેલા કેપ્ટનને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જોકે, તેણે કહ્યું કે આનાથી તેની હિંમત તૂટશે નહીં. અભિનેતાએ કહ્યું, કે આનાથી તેની હિંમત તૂટશે નહીં. 28 નવેમ્બરથી 31 નવેમ્બર સુધી ચાલનારી લીગના સંચાલકો બંટી વાલિયા અને સ્થાપક વેનેસા વાલિયા છે. કરણવીર […]

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા થયા ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયાં

નવી દિલ્હીઃ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને ઘરે અકસ્માતમાં માથામાં ઇજા થઇ હતી. જે બાદ તેને બ્રાઝિલિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કારણોસર તેમણે આગામી BRICS સમિટ માટે રશિયાની તેમની આયોજિત મુલાકાત રદ કરી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિના કાર્યાલયે ગઈકાલે આની જાહેરાત કરી હતી. લુલા દા સિલ્વા બ્રાઝિલિયાથી વિડિયો કોન્ફરન્સ દ્વારા સમિટમાં ભાગ […]

બંદૂક સાફ કર્યા બાદ અચાનક મીસફાયર થતા ફિલ્મ અભિનેતા ગોવિંદા થયો ઈજાગ્રસ્ત

મુંબઈઃ અભિનેતા ગોવિંદાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ અભિનેતા ગોવિંદા પોતાની બંદૂક સાફ કરી રહ્યાં હતા ત્યારે અચાનક મીસફાયરિંગ થતા પગમાં ઈજા થઈ હતી. અભિનેતા સવારે  કોલકતા જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે તેમની પીસ્તોલમાંથી મિસફાયર થતાં પગના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર માટે ક્રિટી કેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરિંગ […]

હરિયાણામાં માર્ગ અકસ્માતમાં આઠના મોત, 8 વ્યક્તિ ઘાયલ

કુરુક્ષેત્રના ભક્તો વાહનમાં રાજસ્થાન જઈ રહ્યાં હતા ભક્તોના વાહન અન્ય વાહન સાથે અથડાયું નવી દિલ્હીઃ હરિયાણામાં જીંદના નરવાનામાં ભક્તોથી ભરેલા વાહનને ટ્રકે ટક્કર મારતાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. ઘાયલોને નરવાના સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, કુરુક્ષેત્રના મરખેડી ગામના લગભગ 15 લોકો […]

સીએમ યોગી હાથસર પહોંચ્યાં, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળીને ખબર-અંતર પૂછ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં દોડધામની ઘટનામાં 122થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. એટલું જ નહીં આ ઘટના મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેમજ સમગ્ર ઘટનાની સીબીઆઈ મારફતે તપાસની માંગ ઉઠી રહી છે. દરમિયાન આજે સીએમ યોગી હાથસર પહોંચ્યાં હતા. […]

ઉત્તરપૂર્વીય રોમાનિયામાં દુકાનમાં થયો વિસ્ફોટ, 15 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વીય રોમાનિયામાં એક દુકાનમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા, જેમાં ચાર લોકો ગંભીર છે. ઇમરજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુસેવા કાઉન્ટીના બોટોસાના શહેરમાં એક મોબાઇલ ઇન્ટેન્સિવ કેર યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સાત લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાં ચાર ગંભીર હાલતમાં છે, જ્યારે આઠને […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code