1. Home
  2. Tag "Inspection"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ મેળા 2025 માટે વિકાસ કાર્યોની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ […]

અમદાવાદઃ મેટ્રો રેલ ફૈઝ-2ની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનો પ્રોજેક્ટ અમદાવાદમાં ફેઝ-1 હેઠળ મેટ્રો રેલ દોડી રહી છે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ-2 મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-2 પ્રોજેક્ટના સાડા 6 કિ.મીટર  માર્ગ પર  નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ […]

પાડોશી દેશોએ ના પાડ્યા બાદ અગસ્તા-2 શિપને અલંગમાં લવાતા IB, ATS , કસ્ટમે શરૂ કરી તપાસ

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં તાજેતરમાં અગસ્તા-2 નામનું શિપ ભંગાવવા માટે આવ્યું છે. અગસ્તાં-2 જહાંજને કહેવાય છે. કે, પાડોશી દેશ પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં શિપબ્રેકિંગ માટે વેચવાની કોશિશ નિષ્ફળ રહ્યા બાદ અગસ્તા-2 જહાજને અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડમાં ભંગાવા માટે લાવવામાં આવ્યું છે. આ શિપ આવી પહોંચતાં દેશની ટોચની ગુપ્તચર સંસ્થાઓ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ […]

કોવિડને લઈને મોકડ્રીલઃ દિલ્હીની હોસ્પિટલમાં મનસુખ માંડવિયાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારા વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોકડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે દેશની મોટાભાગની હોસ્પિટલોમાં કોવિડની તૈયારીઓને લઈને નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રામમનોહર લોહિયા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને કોવિડની તૈયારીઓને લઈને […]

નિર્માણધીન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની કામગીરીનું નીતિન ગડકરીએ નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. આ 109 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર કુલ ₹4200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને ધોલેરાને જોડવા અને ધોલેરાના કેટલાક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનને અમદાવાદ સાથે જોડવા માટે એક મહત્વપૂર્ણ […]

શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાત નિરીક્ષણ કર્યુ હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપૂર ખાતે અંદાજે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના લાઈટહાઉસ પ્રોજેક્ટનું બુધવારે ડ્રોન કેમેરાથી નિરિક્ષણ કરશે

રાજકોટઃ દેશના માત્ર 6 નગરોમાં લાઇટહાઉસ આવાસ યોજના કેન્દ્ર સરકારના સહયોગથી મ્યુનિ.કોર્પોરેશનો દ્વારા બનાવવામાં આવી રહી છે, કોરોના સહિતના કારણે ઢીલમાં પડેલા આ પ્રોજેકટની બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરશે. તેથી રાજકોટના મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ સ્માર્ટ સીટી નજીક પરશુરામ ધામ નજીક આવેલા આ લાઇટહાઉસ સાઇટની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન […]

જગન્નાથજીની રથયાત્રાનું મુખ્યમંત્રીએ સી.એમ ડેશબોર્ડના માધ્યમથી નિરિક્ષણ કર્યુ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં અષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું હતું. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજયના પોલીસ વડા દ્વારા પણ સમગ્ર રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું […]

અમરનાથ યાત્રામાં 50 હજાર સુરક્ષા જવાનો તૈનાત રહેશે, ડ્રોનથી સતત નિરીક્ષણ કરાશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત આરંભી છે. દરમિયાન આગામી તા. 30મી જૂનથી વિશ્વપ્રસિદ્ધ અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર પણ વધારે સક્રીય બન્યું છે. તેમજ ભક્તોની સુરક્ષા માટે 50 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ વર્ષે […]

અમદાવાદમાં ભૂગર્ભ મેગા ડ્રેનેજ લાઈનના નિરિક્ષણ માટેના કિંમતી કેમેરા તસ્કરો ઉઠાવી ગયા

અમદાવાદઃ શહેરમાં ભૂગર્ભ ગટરના સફાઈનો કોન્ટ્રાક્ટ પવામાં આવ્યો છે. જેમાં આશ્રમ રોડ પરની મેગા ભૂગર્ભ ગટરલાઈનમાં ક્યા બ્લોકેજ છે. તેના નિરિક્ષણ માટે અદ્યત્તન કેમેરા દ્વારા નિરિક્ષણ કરવામાં આવતું હોય છે. ગટરની સફાઈનો કોન્ટ્રાકટ ધરાવતી કંપનીએ એમજે લાઇબ્રેરી પાસે લોક કરીને રાખેલા કન્ટેનરમાંથી તસ્કરો રૂ.3.77 લાખના કેમેરા સાથેના વાયર સહિતની સામગ્રી ચોરી ગયા હતા.  કેમેરીની ચોરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code