1. Home
  2. Tag "Israel"

ઇઝરાયલે હમાસના ટોચના કમાન્ડરને ઠાર માર્યો, ડ્રોનથી કારને નિશાન બનાવી

નવી દિલ્હી: ઇઝરાયલે ગાઝામાં હમાસના એક ટોચના કમાન્ડરની હત્યા કરી છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે દક્ષિણ ગાઝામાં એક શક્તિશાળી વિસ્ફોટમાં હમાસના ટોચના કમાન્ડર રૈદ સઈદનું મોત થયું છે. જોકે, હમાસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. હમાસના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના નબુલસી જંકશન નજીક એક ઇઝરાયલી ડ્રોને એક નાગરિક વાહનને નિશાન બનાવ્યું હતું. […]

હમાસના લીડરોમાં ઈઝરાયલનો ખોફ, મીટીંગ સ્થળે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર મુક્યો પ્રતિબંધ

ઇઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરો પર સતત હુમલાઓ અને વિદેશી ધરતી પર પણ હત્યાના પ્રયાસોના કારણે હવે સંગઠને અત્યાર સુધીના સૌથી કડક સુરક્ષા નિયમો લાગુ કરી દીધા છે. લંડન સ્થિત અખબાર ‘અશરક અલ-અવસત’ના અહેવાલ મુજબ, કતારના દોહામાં તાજેતરમાં નિષ્ફળ ગયેલા હત્યાના પ્રયાસ બાદ હમાસના વરિષ્ઠ નેતાઓએ પોતાની સુરક્ષા અનેક ગણી વધારી દીધી છે. રિપોર્ટમાં જણાવાયું […]

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વેપાર, ટેકનોલોજી અને રોકાણ પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે ઇઝરાયલની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકતના આમંત્રણ પર 20-22 નવેમ્બર, 2025 દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો પર ભાર મૂકે છે અને વેપાર, ટેકનોલોજી, નવીનતા અને રોકાણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે બંને […]

મુસ્લિમ દેશ કઝાકિસ્તાન, ઇઝરાયલની સાથે અબ્રાહમ કરારમાં જોડાશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મુસ્લિમ દેશ કઝાકિસ્તાન, ઇઝરાયલની સાથે અબ્રાહમ કરારમાં જોડાશે. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અબ્રાહમ કરારમાં જોડાનાર કઝાકિસ્તાન પહેલો દેશ છે. ચાલો જાણીએ કે અબ્રાહમ કરાર અને તે ક્યારે શરૂ થયા. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરતા લખ્યું, “મેં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને કઝાકિસ્તાનના […]

ભારત અને ઇઝરાયલનો આતંકવાદના શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવાનો પુનરોચ્ચાર

નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલે આતંકવાદના તમામ સ્વરૂપો માટે શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર વચ્ચેની વાતચીત દરમિયાન આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ વિદેશમંત્રી ભારતની બે દિવસીય મુલાકાતે છે. મંત્રાલયે જણાવ્યું […]

યમનના હુથી જૂથ અને ઈઝરાયલને સંયમ રાખવા ચીને કરી અપીલ

સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના નાયબ કાયમી પ્રતિનિધિ કાંગ શુઆંગે 15 સપ્ટેમ્બરના રોજ યમન પર સુરક્ષા પરિષદની બેઠકમાં હુથી જૂથ અને ઈઝરાયલને સંયમ રાખવા હાકલ કરી. કાંગ શુઆંગે કહ્યું કે તાજેતરમાં હુથી જૂથ અને ઈઝરાયલ વચ્ચે પરસ્પર હુમલાઓનો એક નવો રાઉન્ડ વધ્યો છે. ચીને બંને પક્ષોને શાંત અને સંયમ રાખવા હાકલ કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે યમનની સાર્વભૌમત્વ […]

ઇઝરાયલે ગાઝામાં બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ કરાર માટેના ટ્રમ્પના પ્રસ્તાવને સ્વિકાર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સારાએ ક્રોએશિયામાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, ઇઝરાયલે ગાઝામાં બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ કરાર માટેના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના પ્રસ્તાવને “હા” કહી દીધી છે. સારએ કહ્યું, “ગાઝામાં યુદ્ધ કાલે સમાપ્ત થઈ શકે છે. અમે કેબિનેટના નિર્ણયના આધારે યુદ્ધ સમાપ્ત કરવાના કરારને સ્વીકારવા તૈયાર છીએ.” તેમણે વધુમાં […]

ઈઝરાયલે બંધકોને મુક્ત કરાવવા હમાસના ઠેકાણા ઉપર ફરીથી કર્યા હુમલા

ઇઝરાયલે ગાઝા પર હુમલા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળ હમાસને હરાવવા, તમામ બંધકોને મુક્ત કરવાની ખાતરી કરવા અને યુદ્ધનો અંત લાવવા માટે સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખશે. કાત્ઝે કહ્યું હતું કે જો હમાસ તમામ બંધકોને મુક્ત કરવાની અને યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલના […]

ગાઝા ઉપર કબજો કરવા માટે ઈઝરાયલે શરૂ કર્યાં હુમલા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલે ગાઝા ઉપર સંપૂર્ણ સબજો કરવા માટે કવાયત તેજ બનાવી છે, તેમજ ગાઝામાં હુમલામાં પણ વધારો કર્યો છે. ઇઝરાયલની સેના એ જાહેરાત કરી છે કે તેણે ગાઝા શહેરને કબજે કરવા અને નિયંત્રણ મેળવવા માટે આયોજનબદ્ધ ભૂમિ હુમલા શરૂ કર્યા છે. મોટા હુમલાની તૈયારી માટે […]

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ જોવા મળ્યો. ગાઝા પર કબ્જો કરવાની ઇઝરાયલની યોજનાની અમેરિકા સિવાયના મોટાભાગના દેશોએ નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ગાઝામાં સર્જાયેલા માનવીય સંકટના સમાધાન પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી. ફિલિસ્તીનના સ્થાયી નિરીક્ષક, રિયાદ મન્સૂરે જણાવ્યું કે, “માત્ર સહાનુભૂતિ પૂરતી નથી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code