1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીર: પુંછના કરની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગોળીબારમાં એસપીઓ ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે. […]

જમ્મુ બસ સ્ટેશન પર ઉભેલી બસ પર આતંકી હુમલો, ગ્રેનેડ એટેકમાં એકનું મોત, 33 ઘાયલ

જમ્મુમાં ગુરુવારે સાંજે મોટો આતંકવાદી હુમલો થયો છે. જમ્મુમાં સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. ગ્રેનેડ એટેક બાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાના બે ઈજાગ્રસ્તો ગંભીર છે અને એકનું મોત નીપજ્યું છે. આ વિસ્ફોટ સવારે સાડા અગિયાર વાગ્યે થયો હતો. ઈજાગ્રસ્તોને જમ્મુ મેડિકલ […]

પાકિસ્તાન તરફી ભાગલાવાદી યાસિન મલિકને PSA હેઠળ મોકલાયો જેલમાં, બે વર્ષ સુધી રાખી શકાશે કસ્ટડીમાં

ભાગલાવાદી પાકિસ્તાન પ્રેરીત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ અને ભૂતપૂર્વ આતંકવાદી યાસિન મલિક વિરુદ્ધ પબ્લિક સિક્યુરિટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. પીએસએ હેઠળ તેને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય તેમ છે. જેકેએલએફ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલોમાં આના સંદર્ભે દાવો કરાયો છે. એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યાસિન […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એન્કાઉન્ટર, હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્માને લઈને સુરક્ષાદળો દ્વારા ચલાવાઈ રહેલું અભિયાન આગળ વધી રહ્યું છે. સોમવારે સાંજે ત્રાલમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે અને આતંકવાદીઓ આશ્રયસ્થાન બનેલા મકાનને ઉડાવી દીધું છે. બંને આતંકવાદોની લાશ મળી છે. આ બંને આતંકવાદીઓ આતંકી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનના હતા. સુરક્ષાદળોએ અહીંથી રાઈફલ સહીત ઘણો શસ્ત્રસરંજામ જપ્ત […]

24 પાકિસ્તાની વિમાનોએ LOC પાર કરવાની કરી હતી કોશિશ, ભારતીય વાયુસેનાના આઠ વિમાનોએ કરી કાર્યવાહી

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બુધવારે પાકિસ્તાનની નાપાક ઘૂસણખોરીની કોશિશમાં પાકિસ્તાની વાયુસેનાના વિમાન ભારતીય સીમામાં લગભગ દશ કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હતા. વરિષ્ઠ સરકારી સૂત્રનું માનવું છે કે ભારત સરકારે દાવો કર્યો છે કે પાકિસ્તાનના યુદ્ધવિમાનો લગભગ દશ કિલોમીટર સુધી ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. […]

સુરક્ષાદળોના માનવાધિકાર પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ, અરજીમાં પથ્થરબાજોનો ઉલ્લેખ

ડ્યૂટી દરમિયાન ભીડના હુમલાઓનો ભોગ બનનારા સુરક્ષાદળોના જવાનોના માનવાધિકારના સંરક્ષણ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે 19 વર્ષીય પ્રીતિ કેદાર ગોખલે અને 20 વર્ષીય કાજલ મિશ્રાની અરજી પર કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય, જમ્મુ-કાશ્મીર […]

અનુચ્છેદ 35A પર સુનાવણી પહેલા હાઈએલર્ટ, કાશ્મીરમાં મોકલવામાં આવી સુરક્ષાદળોની 120 કંપનીઓ

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદથી જ હલચલ વધી ગઈ છે. હલચલ શનિવારે ત્યારે વધી ગઈ હતી કે જ્યારે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસિન મલિકની પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35-એ પર સોમવારે સુનાવણી પહેલા પોલીસે સાવધાનીના પગલા હેઠળ યાસિન મલિકને કસ્ટડીમાં લીધો છે. યાસિન મલિકની અટકાયત બાદ તણાવને જોતા કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં […]

પાકિસ્તાની સેનાધ્યક્ષે લીધી સરહદી ક્ષેત્રની મુલાકાત, પાકિસ્તાની સૈનિકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક આદેશ આપ્યા

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ બનેલી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ લાઈન ઓફ કંટ્રોલની શુક્રવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાતામાં જનરલ બાજવાએ ભારતને કોઈપણ આક્રમક કાર્યવાહીથી બચવાનું જણાવીને ક્હ્યુ છે કે કોઈપણ સૈન્ય કાર્યવાહીનો પાકિસ્તાનના સૈનિકો દ્વારા યોગ્ય જવાબ મળશે. પાકિસ્તાની અખબારની વેબસાઈટ પર […]

પુલવામા એટેક: 44 જવાનોની શહીદીના 100 કલાકમાં કાશ્મીર ખાતેની જૈશ – એ – મોહમ્મદની લીડરશીપનો કરાયો સફાયો

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ માત્ર 100 કલાકની અંદર જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરમાં વસવાટ કરનારા તમામ ટોચના આતંકીઓનો સફાયો કર્યો છે. આ વાત પુલવામા હુમલા મામલે સેના, પોલીસ અને સીઆરપીએફની એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી છે. લેફ્ટિનેન્ટ જનરલ કંવલજીતસિંહ ઢિલ્લને કહ્યુ છે કે ઘાયલોની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે હુમલાના 100 કલાકો […]

પુલવામા એટેક પર જમ્મુ બંધ દરમિયાન હિંસા, વાહનોને આગચંપી બાદ લગાવાયો કર્ફ્યૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર છે. લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. આ કડીમાં જમ્મુ બંધ દરમિયાન ગુજ્જરનગરમાં પ્રદર્શન હિંસક બન્યા હતા. જેના કારણે અહીં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોએ ઘણી ગાડીઓને આગચંપી પણ કરી છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code