1. Home
  2. Tag "kejriwal"

રાજકોટમાં કેજરિવાલે શરૂ કર્યો હોમ ટુ હોમ પ્રચાર, વચનોની ભરમારવાળા ગેરંટીકાર્ડ આપ્યાં

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના નેતાઓની ગુજરાતની મુલાકાતમાં વધારો થઈ રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં કેજરિવાલે હોમ ટૂ હોમ પ્રચારનો પ્રારંભ કરીને […]

કેજરિવાલ અને સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવશે, બન્નેની સુરક્ષાની આપ’એ માગ કરી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી એટલે કે, તા. 22મીથી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ડે. સીએમ મનીષ સીસોદિયા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા […]

ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો, 10 લાખ સરકારી નોકરી, બેકારોને 3 હજારનું ભથ્થુ અપાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પર ફોકસ વધારી રહી છે. આપ’ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ પખવાડિયામાં બીજીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. અને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથમાં સભાને સંબોધી હતી. તેમણે જાહેર સભામાં ગુજરાતના યુવાઓને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. […]

રાજકોટમાં આપ’ના કેજરિવાલ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે મંગળવારે ગોષ્ઠિ કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરતમાં આંટોફેરા વધી ગયા છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ સુરતની મુલાકાતે આવ્યા બાદ હવે મંગળવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ગોષ્ઠિ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તમામ તાકાત […]

વચનેષુ કિમ દરિદ્રમ, ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો 300 યુનિટ મફતમાં વીજળીઃ કેજરિવાલ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. આમ આદમી પાર્ટી પણ મતદારોને રિઝવવા ભરપુર પ્રયાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત […]

અમદાવાદમાં આપ’ના અરવિંદ કેજરિવાલનો હુંકાર, અમે વિપક્ષમાં નહીં બેસીએ, પણ સરકાર બનાવીશું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ રવિવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમણે  અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મેવાડા ગ્રીન […]

આપ’ની પરિવર્તન યાત્રાના સમાપન માટે કેજરીવાલ 6ઠ્ઠી જુને ગુજરાત આવશે, જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકિય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરિવાલના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી 12 જૂને નવસારીના વાંસદા તાલુકાના ચારણપાડા […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણીના એક્શન મોડમાં, હવે 15મીએ કેજરિવાલ ફરી આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પ્રચારનો ધમધામાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રિય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી રહ્યા છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા. જ્યાં સાંજે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમના આ એકદિવસીય પ્રવાસથી અન્ય પાર્ટીના રાજકીય આગેવાનોમાં હલચલ મચી […]

ભાજપની સરકાર પેપેરલીક વિના એકપણ પરીક્ષા પૂર્ણ કરી શકતી નથીઃ કેજરીવાલનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. AAPના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. રવિવારે કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં લોકોને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા […]

પંજાબ બાદ હવે AAPની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર નજર, કેજરિવાલ અમદાવાદની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝપલાવે તેવી શકયતા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code