1. Home
  2. Tag "kerala"

કેરલઃ પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં હમાસના નેતાની ઓનલાઈન હાજરી, હિન્દુત્વ અને યહુદીઓ વિરોધ  સૂત્રોચ્ચાર

ચેન્નાઈઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ આચરેલા હત્યાકાંડના વિરોધમાં ઈઝરાયલી સેના દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 21 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટાભાગના મુસ્લિમ દેશો હુમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે ભારત અને અમેરિકા સહિતના દેશોએ […]

કેરલમાં ઈડીના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોના ઘરો ઉપર દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં જ એનઆઈએએ ખાલીસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. એટલું જ નહીં આતંકવાદી પન્નૂની સામે કાર્યવાહી કરીને પંજાબમાં આવેલી તેની મિલકતને સીલ કરી છે. દરમિયાન આજે કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કેરલના […]

નિપાહ વાયરસ: કેરળના કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ

નિપાહ વાયરસે કેરળમાં મચાવી તબાહી  1080 લોકો ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ તિરુવનન્તપુરમ:કોરોના વાયરસના કેસ હજુ પણ ક્યાંક ને ક્યાંક નોંધાઈ રહ્યા છે ત્યાં હવે દેશમાં વધુ એક નવું સંકટ સામે આવ્યું છે. નિપાહ વાયરસ હાલમાં કેરળમાં ચર્ચામાં છે. સંક્રમણને કારણે કેરળના કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી રવિવાર એટલે કે 24 […]

કેરળમાં નિપાહ વાયરસનો ખતરો વધ્યો,કોઝિકોડમાં બે શંકાસ્પદ મૃત્યુ બાદ સ્વાસ્થ્ય એલર્ટ જારી

તિરુવનન્તપુરમ: નિપાહ વાયરસના ફેલાવાના ભયથી કેરળ ફરી એકવાર પરેશાન થવા લાગ્યું છે. કોઝિકોડ જિલ્લામાં સંક્રમણને કારણે બે શંકાસ્પદ મૃત્યુ પછી રાજ્ય સરકારે આરોગ્ય ચેતવણી જારી કરી છે. નિપાહ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, એમ આરોગ્ય વિભાગે સોમવારે રાત્રે એક નિવેદનમાં […]

દેશના આ રાજ્યનું નામ બદલાશે,વિધાનસભામાં પસાર થયો ઠરાવ

દિલ્હી:  કેરળના નામમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં કેરળનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોઈપણ પક્ષે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો કે કોઈએ કોઈ સુધારો સૂચવ્યો ન હતો. તેથી, આ દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. વાસ્તવમાં કેરળનું […]

કેરળનું આ શહેર તજ, વેનીલા અને જાયફળનું છે ઘર,ટ્રી હાઉસમાં રહેવાનો શોખ છે તો જરૂરથી મુલાકાત લો

કેરળ ભારતનું એ રાજ્ય છે જે તેની કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે. આ રાજ્યમાં માત્ર નદીઓ અને મસાલાના વાવેતરો જ નહીં પરંતુ અનેક વિશેષ વન્યજીવો પણ છે. આ સિવાય જે લોકોનું મન શહેરોમાં રહેવાથી કંટાળી ગયું છે તેઓએ પોતાને ફ્રેશ રાખવા માટે કેરળ જવું જોઈએ. આજે આપણે કેરળના આવા જ એક શહેર વિશે જાણીશું જે તેના […]

કેરળના કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક કિલોથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું

કસ્ટમે કેરળમાંથી એક કિલો સોનું જપ્ત કર્યું કોચીન એરપોર્ટ પરથી 48 લાખ રૂપિયાનું સોનું જપ્ત કસ્ટમ કરી રહી છે આ કેસની તપાસ તિરુવનન્તપુરમ:કેરળમાં કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સે રૂ. 48 લાખની કિંમતનું 1.005 કિલો સોનું જપ્ત કર્યું છે. કેસની તપાસ શરુ  કસ્ટમ્સે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. […]

નૈઋત્યનું ચોમાસું અંદમાન-નિકોબાર ટાપુઓ તરફ વધ્યું, 4 જૂને કેરળમાં ચોમાસુ બેસશે

નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસું દક્ષિણપૂર્વ બંગાળનો અખાત, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અંદમાન સમુદ્ર તરફ તાજેતરમાં આગળ વધ્યું છે અને દેશના કૃષિ અર્થતંત્ર માટે ભારે મહત્વની એવી ચાર માસની ચોમાસાની સીઝનનો તખ્તો રચાઈ ચૂક્યો છે. આગામી તા. 4થી જૂનના રોજ કેરળથી ચોમાસુ ભારતમાં પ્રવેશ કરશે. જ્યારે 15મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શકયતા છે. હવામાન […]

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની વઘુ એક ઘટના, કેરળમાં મોબાઈલ બ્લાસ્ટમાં યુવાન ઘવાયો

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનમાં આગ અને બ્લાસ્ટના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મોબાઈલમાં આઠ વર્ષની બાળકી વીડિયો જોતી હતી ત્યારે અચાનક થયેલા બ્લાસ્ટથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત થયું હતું. આ ઘટના હજુ ભુલાઈ નથી ફરી એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. કેરળમાં એક યુવાનના ખિસ્સામાં મુકાયેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. […]

કેરળમાં ટ્રેનમાં આગ લગાવવાની ઘટનામાં દિલ્હીનું શાહિનબાગ અને યુપીના સૈફીનું કનેક્શન સામે આવ્યું

મુંબઈઃ કેરળમાં ચાલતી ટ્રેનમાં સહપ્રવાસી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવવાની ઘટનામાં 3 પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે આઠેક વ્યક્તિઓ દાઝી હતી. આ દૂર્ઘટનાની તપાસ આરંભીને પોલીસે મહારાષ્ટ્રના રત્નાગીરીથી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીનું દિલ્હીના શાહીનબાગ અને ઉત્તરપ્રદેશના સૈફીનું કનેક્શન સામે આવ્યું છે. જેથી કેરળ પોલીસે તપાસ દિલ્હી અને ઉત્તરપ્રદેશ સુધી લંબાવી હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code