1. Home
  2. Tag "Launch"

અયોધ્યાધામ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાયું

અયોધ્યાઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં દેશની જનતાને નવા રેલવે સ્ટેશનની ભેટ આપી હતી. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન કેટલીક આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી ઓછુ નથી. આ રેલવે સ્ટેશનને ત્રણ તબક્કામાં વિકસિત કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. રેલવે […]

ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરા શહેરને રૂ.722 કરોડના વિકાસ કામોની સોગાદ આપતા તેમણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના ઉપર ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં જ્યાં માનવી, ત્યાં સુવિધાઓ આપવામાં આવી છે. […]

ગાંધીનગરઃ સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@2047નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્‍સેપ્ટથી યુવાશક્તિને […]

ઈસરોઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3ની સફળ લેન્ડીંગ બાદ ઈસરોએ જાહેરાત કરી છે કે, 2 સપ્ટેમ્બરે દેશનો પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1ને લોન્ચ કરશે. ઈસરોનું આદિત્ય એલ-1 મિશન સૂર્યમાંથી નીકળતી કિરણો ઉપર અભ્યાસ કરશે. ઈસરોની સ્પેસ એપ્લીકેશન ડાયરેક્ટર એમ.દેસાઈએ કહ્યું કે, આદિત્ય એલ-1 મિશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોન્ચની રાહ જોવામાં આવી રહી છે. આદિત્ય એલ-1 મિશનને […]

દેશની 15 હજાર વર્ષ જુની સંસ્કૃતિની વિલૂપ્તી માટે આપણે સૌ જવાબદાર છીએઃ અમિત શાહ

અમદાવાદઃ ગાંધીનગરના માણસામાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે નાગરિકોના સંબોધનમાં અમિત શાહને ગુજરાતી ભાષાના મહત્વ અંગે વાત કરી હતી. તેમણે પશ્ચિમી સંસ્કૃતિના વધતા વ્યાપ સામે આપણી સંસ્કૃતિને બચાવવા માટે હાકલ કરી હતી. શાળાના બાળકોનું ઉદાહરણ આપતા અંગ્રેજી ભાષા સામે ગુજરાતી ભાષાના ઘટતા મહત્વને સમજાવ્યું હતું. ગુજરાતી ભાષાને જીવંત રાખવાની જવાબદારી આપણી […]

ભારતની ચાંદ તરફ ઉડાનઃ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, શ્રીહરિકોટાથી ભરી ઉડાન

નવી દિલ્હીઃ ભારતના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું છે. તેને બપોરના લગભગ 2.35 કલાકે આંધ્રપ્રદેશના ક્ષીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી છોડવામાં આવ્યું છે. રૂ. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું મિશન લગભગ 40થી 45 દિવસની યાત્રા બાદ ચંદ્રમાના દક્ષિણીધ્રુવ પાસે લેન્ડ કરશે. જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ […]

SVPI એરપોર્ટ પર બહેતર પાર્કિંગ માટે ‘FASTag કાર પાર્ક’ લોન્ચ કરાયું

અમદાવાદ, 23 મે, 2023: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પાર્કિંગ સુવિધાને બહેતર બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. 23 મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ઈજનેરીના ગુજરાતી માધ્યમ માટે પુસ્તકો લોન્ચ કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરીનો અભ્યાસક્રમ પણ ગુજરાતી માધ્યમનો કરીને એક સરકારી કોલેજમાં એનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો.દરમિયાન જીટીયુ દ્વારા યુજીસીની ગાઈડલાઈન મુજબ એન્જિનિયરિંગના જુદા જુદા વિષયોના ગુજરાતી માધ્યના પુસ્તકો તૈયાર કરાયા છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હવે ટેકનિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ […]

PM મોદી સમાવેશી વિકાસ પર અભિયાન શરૂ કરશે,વેબસાઇટ અને સ્માર્ટફોન એપ પણ કરશે લોન્ચ   

PM મોદી સમાવેશી વિકાસ પર અભિયાન શરૂ કરશે વેબસાઇટ અને સ્માર્ટફોન એપ પણ કરશે લોન્ચ    દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સમાવેશી વિકાસ પર નવ અભિયાનો શરૂ કરશે. તે ‘સમાવેશી વિકાસ’ પર એક વેબસાઇટ અને સ્માર્ટફોન એપ્લિકેશન પણ લોન્ચ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સોમવારે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના […]

દેશ માટે ઐતિહાસિક ક્ષણ,ઈસરોની ઉંચી છલાંગ,એક સાથે 36 ઉપગ્રહો લોન્ચ થયા

બેંગલોર :ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 36 વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટને અવકાશમાં લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતનું સૌથી ભારે લોન્ચ રોકેટ, લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM-III) લો અર્થ ઓર્બિટ (LEO) માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સવારે 8.30 વાગ્યાથી રોકેટ લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code