1. Home
  2. ગુજરાતી
  3. ઈસરોઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે
ઈસરોઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે

ઈસરોઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે

0
Social Share

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3ની સફળ લેન્ડીંગ બાદ ઈસરોએ જાહેરાત કરી છે કે, 2 સપ્ટેમ્બરે દેશનો પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1ને લોન્ચ કરશે. ઈસરોનું આદિત્ય એલ-1 મિશન સૂર્યમાંથી નીકળતી કિરણો ઉપર અભ્યાસ કરશે. ઈસરોની સ્પેસ એપ્લીકેશન ડાયરેક્ટર એમ.દેસાઈએ કહ્યું કે, આદિત્ય એલ-1 મિશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોન્ચની રાહ જોવામાં આવી રહી છે. આદિત્ય એલ-1 મિશનને પીએસએલવી રોકેટની મદદથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી લોન્ચ કરવામાં આવશે.

પીએસએલવી રોકેટ આદિત્ય-એલ 1ને અંડાકાર ઓર્બિટમાં સ્થાપિત કરશે. જેનાથી તે સુર્યમાંથી નીકળતા કિરણોનો નજીકથી અભ્યાસ કરી શકે. તેમણે કહ્યું કે, આદિત્ય એલ-1 સૂર્યની ગતિવિધી ઉપર નજર રાખશે અને પૃથ્વી ઉપર જીવન બનાવી રાખતા તારાઓ અંગે માહિતી એકત્ર કરાશે. આદિત્ય એલ-1ને સૂર્યયાન પણ કહેવામાં આવે છે.

ઈસરો ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરો અનુસાર અંતરિક્ષ યાન આદિત્ય એલ-1ને સૂર્ય અને પૃથ્વી પ્રણાલીના લેંગ્રેજ બિંદુ 1ની ચારેય તરફ એક પ્રભામંડલ કક્ષામાં રાખવામાં આવશે. એલ-1ને અંતરિક્ષનો પાર્કિંગ સ્પેશ પણ કહેવામાં આવે છે. જે બિંદુ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર સ્થિત છે. ઈસરો આદિત્ય એલ-1 મિશન હેઠળ સૂર્યમાંથી નીકળતી રેડિએશનનો અભ્યાસ કરશે. આદિત્ય એલ-1ને પહોંચવામાં 127 જેટલા દિવસનો સમય લાગશે. આદિત્ય એલ-1માં પેલોડ્સ લાગેલા છે. આદિત્ય એલ-1 મિશનને તૈયાર કરવાનો ખર્ચ લગભગ 378 કરોડ રૂપિયા થયો છે.

આદિત્ય એલ-1 મિશન અંગે ઈસરોના પ્રમુખ એસ.સોમનાથએ જણાવ્યું હતું કે, ભારતનું આ પ્રથમ સૂર્ય મિશન છે જે સૂર્યનો અભ્યાસ કરશે. આ અંતરિક્ષ યાનને 2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આદિત્ય એલ-1 લગભગ પાંચ વર્ષ સુધી સૂર્યના કિરણોનો અભ્યાસ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code