કાશ્મીર: પુંછના કરની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગોળીબારમાં એસપીઓ ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે. […]