1. Home
  2. Tag "Local Samachar"

કડીના અલદેશણ રોડ પર ગૌવંશની કતલથી લોકોમાં રોષ, હથિયારો અને રિક્ષા મળ્યા

મહેસાણા,12 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના કડી તાલુકામાં  અલદેશણ રોડ પર ગત મોડી રાતે ગૌ રક્ષકોએ બાતમીના આધારે તપાસ કરતા કતલ કરેલા બે ગૌવંશના મૃતદેહ મળી આવ્યા હતા. ઉપરાંત ઘટનાસ્થેળેથી છરા સહિત હથિયારો અને એક રિક્ષા પણ મળી આવ્યા હતા આ અંગેની જાણ પાલીસને કરાતા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો, કડી તાલુકાના અલદેશણ રોડ આસપાસ છેલ્લા […]

13 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ રેડિયો ડે, ’સ્ક્રીન વગરનો સંવાદ એટલે ‘રેડિયો’

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:   વિચારોને વાચા આપનાર રેડિયો માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ વિશ્વાસ, જોડાણ અને પ્રેરણાનો અવાજ છે. દર વર્ષે તા.૧૩ ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે, જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે અને રસપ્રદ કથાઓ પીરસે છે. […]

નળ સરોવરમાં પક્ષી ગણતરી સંપન્ન, 270 પ્રજાતિના 6.42 લાખ પક્ષીઓ નોંધાયા

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના સાણંદ નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં […]

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2026:  કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના […]

જેતપુરમાં ભાદર નદીમાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોનો વિરોધ

રાજકોટ, 11 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના જેતપુરમાં ભાદર નદી પ્રદૂષિત બની છે. જેતપુર અને આજુબાજુના વિસ્તારોમાં કારખાનેદારો તેમજ કેમિકલની ફેકટરીઓ દ્વારા પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતું હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેતપુરના કેરાળી-લુણાગરા પાસે ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી પાણી છોડાતા નદી પ્રદૂષિત થઇ છે. આ ઘટનાને લઇને ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ GPCB […]

મસાલા ભરવાની સીઝનના ટાણે જ લાલ મરચાના ભાવમાં થયો તોતિંગ વધારો

રાજકોટ, 11 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં ગૃહિણીઓ સીઝનમાં અનાજ અને મરી-મસાલા 12 મહિના માટે ભરી લેતી હોય છે. ત્યારે હાલ મસાલા ભરવાની સીઝનના પ્રારંભે જ લાલ મરચાના ભાવ આસમાને પહોંચ્યા છે. એટલે કે ગયા વર્ષે લાલ મરચાના જે ભાવ હતા તે આ વખતે ડબલ થઈ ગયા છે. મરચાના ભાવ ₹3700થી વધીને ₹6450ની સપાટીએ પહોંચી ગયા છે. […]

સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બરૈયાએ કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp સામે આક્ષેપ

ભાવનગર, 11 ફેબ્રુઆરી 2026:  શહેરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ ડીવાયએસપી રીમાબા ઝાલા સામે આક્ષેપ કરતો વિડિયો બનાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઈન્સ્ટ્રાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં રિલ બનાવીને જાણીતી થયેલી નયના બારૈયા થોડા સમય પૂર્વે ભાવનગરના ભરતનગર પોલીસ મથકે ફરજ બજાવતી હતી. તે દરમિયાન આરોપીને આશરો આપવાના કેસમાં ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હાલમાં જામીન પર […]

ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા લોન માટે 7/12માં બોજો મુકવા સામે વિરોધ

ગાંધીનગર,11 ફેબ્રુઆરી 2026 :   ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સમાજના યુવાનોને રોજગાર-ધંધા માટે લોન આપવામાં આવતી હોય છે. ત્યારે નિગમ દ્વારા લોન આપવાના નિયમોમાં ફેરફાર કરાતા તેની સામે ભારે વિરોધ ઉઠ્યો છે. નવા નિયમ મુજબ હવે લોન માટે જમીનના 7/12 ઉતારામાં બોજો મૂકવાની જોગવાઈ કરાતા અનેક લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉના નિયમ મુજબ માત્ર […]

રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, ભાજપમાં જોડાવવાની શક્યતા

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2026:  આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ પાર્ટીમાંથી એકાએક રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કરપડાના નજીકના લોકોના કહેવા મુજબ રાજુભાઈ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના લડાયક નેતા તરીકે જાણીતા થયેલા અને […]

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા 33 ભાડૂઆતો પકડાયા

ભાવનગર, 11 ફેબ્રુઆરી 2026:  શહેરમાં આર્થિકરીતે નબળા વર્ગના અને ઘર વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવ્યા છે. પણ મકાનો જે લાભાર્થીઓને ફાળવાયા હતા, તેમને મકાનો અન્ય લોકોને ભાડે આપી દીધા હતા. એટલે કેટલાક મકાનોમાં મુળ લાભાર્થીઓ રહેતા ન હોવાની ફરિયાદો મળતા શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તરસમિયા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code