1. Home
  2. Tag "Lok Sabha"

મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યાતા રદ કરાઈ

નવી દિલ્હીઃ લોકસભામાં નાણા લઈને પશ્ન પૂછવાના કેસમાં ટીએમસી નેતા મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવા અંગેના એથિક્સ કમિટીના રિપોર્ટને લોકસભામાં સ્વીકારવામાં આવ્યો હતો. લોકસભામાં ચર્ચા બાદ સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની સદસ્યતા રદ થયા બાદ સોનિયા ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ એક સાથે સંસદ ભવનની બહાર આવ્યા હતા. […]

મહુઆ મોઈત્રા મુશ્કેલી વધશે, લાંચ કેસમાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજુ કરાયો

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લાંચ લઈને પ્રશ્નો પૂછવાના મામલામાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ વિજય સોનકરે આ અહેવાલ રજૂ કર્યો હતો. રિપોર્ટની ભલામણને ધ્યાનમાં રાખીને મહુઆ વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ લાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં માત્ર મહુઆની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી […]

ગુજરાત: સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણીને લઈને કહી મોટી વાત

અમદાવાદ :લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ભાજપ અત્યારથી જ ચૂંટણીના મોડમાં આવી ગયું છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અત્યારે આ જ કરી રહ્યા છે. તેઓ કાર્યકરો અને પદાધિકારીઓને લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાયેલા ભાજપના સ્નેહસંમેલનમાં પાટીલે ફરી લોકસભાની તમામ બેઠકો જીતવાની વાતને દોહરાવી. તેમણે કાર્યકરોને […]

નારી શક્તિ વંદનઃ લોકસભામાં મહિલા અનામત બિલ બહુમતીથી પસાર, સમર્થનમાં 454 મત પડ્યાં

નવી દિલ્હીઃ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત મામલે રજુ કરવામાં આવેલા નારી શક્તિ વંદના બિલ ઉપર બે દિવસથી ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ મહિલા અનામતમાં ઓબીસી અનામતની માંગણી કરી હતી. લોકસભામાં મહિલા અનામત બિલને લઈને મતદાન યોજાયું હતું. જેમાં બિલના સમર્થનમાં 454 વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે […]

નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા રાજ્યસભા અને લોકસભાના સભ્યોનો ગ્રુપ ફોટો લેવાયો

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને આજે ગણેશ ચતુર્થીના પાવનપર્વ ઉપર નવા સંસદભવનમાં સંસદના વિશેષ સત્રની કાર્યવાહી ચાલશે. જો કે, તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોએ જુની ઈમારતમાં ગ્રુપ ફોટો ખેંચાવ્યો હતો. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો ખેંચાવ્યો હતો. નવા સંસદભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રગાન […]

લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ,અમિત શાહે કહ્યું- બંધારણે ગૃહને અધિકાર આપ્યો છે

દિલ્હી:લોકસભામાં મંગળવારે વિવાદાસ્પદ ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023’ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે ઓથોરિટીની રચના માટે લાવવામાં આવેલા વટહુકમને બદલવા માટે લાવવામાં આવ્યું છે. નીચલા ગૃહમાં રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમંત્રી અમિત શાહ વતી બિલ રજૂ કર્યું. અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના શશિ થરૂર […]

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વિપક્ષને ઘેરવાની ભાજપાએ બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ તકનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર નિશાન સાધશે. ભાજપાએ વિપક્ષને પોતાના હથિયારથી હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માનવામાં આવે છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે ચર્ચા થશે. જેથી ભાજપ વિપક્ષ સામે […]

મણિપુર મુદ્દે લોકસભામાં વિપક્ષનો હંગામો યથાવત

નવી દિલ્હી: ગુરુવારે પણ લોકસભાની કાર્યવાહી છેલ્લા કેટલાક દિવસોની જેમ મણિપુર મુદ્દે વિપક્ષી સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી અને થોડીવાર પછી તેને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યો તેમની માંગ પર અડગ રહ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની સ્થિતિ પર […]

લોકસભા-રાજ્યસભામાં સતત પાંચમા દિવસે મણિપુર મામલે વિપક્ષનો હંગામો, રાજ્યસભામાં શોર્ટ ડ્યુરેશન ચર્ચાનો પ્રસ્તાવ મંજુર

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ મણિપુર હિંસા મામલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. મણિપુર મામલે કોંગ્રેસ અને બીઆરએસએ અલગ-અલગ રીતે સરકારની સામે અશ્વાસના પ્રસ્તાવ લોકસભાના સ્પીકર ઓમ બિરવલાએ સ્વીકારી લોધી છે. આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ લોકસભામાં વિપક્ષે મણિપુર ચર્ચા મામલે સદનમાં પીએમ મોદીની ઉપસ્થિતિની માંગણી […]

મણિપુર મામલે લોકસભામાં વિપક્ષનો હંગામો, અમિત શાહે ચર્ચા માટે તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મુદ્દે સોમવારે (24 જુલાઈ) સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખબર નહીં કેમ વિપક્ષ ચર્ચા કરવા નથી માંગતો. તેમણે વધુમાં કહ્યું કે હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code