1. Home
  2. Tag "Lumpy virus"

રાજસ્થાનના 7 જીલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર, અત્યાર સુધી 1500થી વધુ ગાયોના મોત – ગાયોની સારવાર માટે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓને મંજૂરી

રાજસ્થાન સુધઝી પહોંચ્યો લમ્પી વાયરસ આ મામલે તાત્કાલિક બેઠકનું થયું આયોજન બેઠકમાં જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓને અપાઈ મંજૂરી ઉદયપુરઃ- ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગાયોમાં ફેલાતો લમ્પી વાયરસ વકરી રહ્યો છે ત્યારે હવે તે ગુજરાત પુરતો સિમિત રહ્યો નથી ,ગાયોમાં જોવા મળતી આ બીમારી હવે રાજસ્થાન સુધી પહોંચી છે. રાજસ્થાનના 7 જીલ્લાઓ લમ્પી વાયરની ઝપેટમાં આવ્યા […]

લમ્પી વાયરસ સામેની લડાઈઃ ગુજરાતમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગચાળો ફેલાતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના 20 જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છે જિલ્લા કક્ષાએ આ હેતુસર 6 લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કચ્છની મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે […]

ગુજરાતમાં 20 જિલ્લામાં લમ્પી વાયરસનો હાહાકાર, અત્યાર સુધી 1400થી વધારે પશુના મોત

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસએ હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 1400થી વધારે પશુઓના મોત થયાં હતા. બીજી તરફ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં રાજ્યના 20 તાલુકામાં 1935 ગામમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યાં છે. તેમજ 8 લાખથી વધારે પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું […]

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને લીધે 21મી ઓગસ્ટ સુધી પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મુકાયો

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પશુઓમાં લમ્પીના વાયરસથી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટરે લમ્પીના રોગચાળાને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અન્ય રાજ્યો-જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલે કે 21 ઓગષ્ટ સુધી એક ગામમાથી બીજા ગામમાં પશુઓની […]

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદરમાં લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી

કોરોનાની વચ્ચે લમ્પી વાયરસનો કહેર  કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ  પોરબંદરની લીધી મુલાકાત લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લેતા મંત્રી  લમ્પી વાયરસની પરિસ્થિતિની મેળવી માહિતી   રાજકોટ :સોરાષ્ટ્રભરમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.આ વાયરસના કારણે અનેક પશુઓના મોત થયા છે.ત્યારે હાલ સરકાર દ્વારા પશુઓને વેક્સિનેશન આપવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આજે […]

ગુજરાતના 17 જિલ્લામાં 50,000થી વધુ પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા, કુલ 1240 પશુનાં મોત

અમદાવાદઃ રાજ્યના 17 જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. 50.000થી વધુ પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. જ્યારે 1240 પશુઓ મોતને ભેટ્યા છે. લમ્પી વાયરસને લીધે પશુપાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વાયરસને કારણે પશુઓ દુધ આપતા પણ બંધ થઈ ગયા છે. દૂધની ડેરીઓમાં દૂધની રોજિંદી આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો […]

ગુજરાતઃ 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાઈરસની હાજરી, 37 હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.તેમ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાજ્યના 14 જિલ્લાના 880 ગામમાં લમ્પી વાયરસથી […]

બનાસકાંઠાના પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધ્યાં, રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સૌરાષ્ટ્રમાં અનેક પશુઓમાં લમ્પીના કેસ મળી આવ્યાં છે. દરમિયાન હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હરકતમાં આવેલા તંત્રએ રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરી છે. તેમજ રાજસ્થાનથી લવાતા પશુઓની તપાસ શરૂ કરવામાં આવી […]

ધ્રાંગધ્રા તાલુકામાં લમ્પી વાઈરસથી સાત પશુઓના મોત, અસરગ્રસ્ત ઢોરને આઈસોલેટ કરાયા,

અમદાવાદઃ રાજ્યમાં જામનગર અને પોરબંદર જિલ્લા બાદ હવે ઝાલાવાડના કેટલાક વિસ્તારોમાં પણ પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળતા વેટનરી વિભાગના તબીબો દોડી ગયા છે. ઝાલાવાડના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ અને તેની આજુબાજુના ગામોના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં લમ્પી વાયરસને કારણે સાત જેટલા પશુઓના મોત નિપજ્યા છે. તેથી પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code