1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશઃ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા છ વ્યક્તિના મોત, 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં હરદામાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં અનેક ઘરોમાં આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. બૈરાગઢ ગામમાં મગરધા રોડ પર ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી હતી. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વહીવટીતંત્રે નજીકના ઘરોને ખાલી કરાવ્યા છે અને […]

ટ્રક ડ્રાઈવરની ઓકાત પુછનારા શાજાપુરના ડીએમને પદ પરથી હટાવાયા, MPના CM મોહન યાદવે કરી કાર્યવાહી

ભોપાલ: એક ટ્રક ડ્રાઈવરને ઓકાત દેખાડનારા મધ્યપ્રદેશના શાજાપુરના કલેક્ટર કિશોર કુમાર કન્યાલ પર કાર્યવાહી કરવામાં આવી છે. ડીએમનો આ વીડિયો વાયરલ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સરકારે આકરી કાર્યવાહી કરતા કલેક્ટરને પદ પરથી હટાવ્યા છે. કલેક્ટર કિશોર કન્યાલ દ્વારા ટ્રક ડ્રાયવરો સાથે બેઠક દરમિયાન વાંધાજનક ભાષાનો ઉપોયગ કરવાના મામલે મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે […]

મધ્યપ્રદેશઃ ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, અનેક સિનિયર નેતાઓને કેબિનેટમાં અપાયું સ્થાન

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ નવા બનાવાયેલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તેમાં નવા 28 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 18 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે. કેબિનેટમાં પ્રદુમ્નસિંહ તોમર, તુલસી સિલાવટ, અદલ સિંહ કસાના, નારાયણ સિંહ કુશવાહ, વિજય […]

મધ્યપ્રદેશમાં ડો. મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે ડો. મોહન યાદવે શપથ ગ્રહણ કર્યાં હતા. ભોપાલના મોતીલાલ ભૈરવ સ્ટેડિયમમાં શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રાજ્યપાલજીએ શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકે જગદીશ દેવડા […]

MP: શિવરાજ સિંહે રાજ્યપાલને આપ્યું રાજીનામું, 14મી ડિસેમ્બરે નવી સરકાર શપથ ગ્રહણ કરશે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની ભાજપા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યપાલને મળ્યાં હતા. તેમજ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. દરમિયાન મોહન યાદવે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો હતો. જેથી આગામી 14મી ડિસેમ્બરના રોજ નવી સરકારનો શપથવિધી સમારોહ […]

મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ હશે, ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં કરાઈ પસંદ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી […]

મધ્યપ્રદેશમાં 11મી ડિસેમ્બરે યોજાશે ધારાસભ્ય દળની બેઠક,મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે જાહેરાત

સોમવારે મધ્યપ્રદેશમાં સીએમના નામની થશે જાહેરાત ! ધારાસભ્ય પક્ષની બેઠક અંગે મહત્વપૂર્ણ અપડેટ આવી સામે  ભોપાલ :મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળી છે. જો કે, એક સપ્તાહ બાદ પણ ભાજપે મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી નથી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે મંથન […]

મધ્યપ્રદેશમાં નવા સીએમ અંગેના સસ્પેન્સ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા જેપી નડ્ડાને મળ્યા

દિલ્હી: ભાજપે શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કેન્દ્રીય નિરીક્ષકો ના નામની જાહેરાત કરી હતી. સૂત્રોનું માનીએ તો શનિવારે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે. દિલ્હીથી જયપુર, ભોપાલ અને રાયપુર સુધી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી.મધ્યપ્રદેશની […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપાએ નિરીક્ષકોના નામ જાહેર કર્યા

નવી દિલ્હીઃ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 3 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોમાં મતગણતરી યોજાઈ હતી. જે પૈકી તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમના નેતાએ સીએમ પદના શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ ત્રણેય રાજ્યોમાં સીએમના ચહેરાને લઈને ભાજપમાં લાંબી ખેંચતાણ ચાલી રહી છે. જેથી […]

મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં સીએમના નામ નક્કી,ગઈકાલે સાંજની બેઠકમાં ભાજપે લીધો આ નિર્ણય

3 રાજ્યોમાં ભાજપની જંગી જીત  મુખ્યમંત્રીઓના નામ થયા નક્કી   ગઈકાલે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય દિલ્હી: ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ગઈકાલે સાંજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભાજપે હજુ સુધી આ નામો જાહેર કર્યા નથી. નોંધનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને જંગી જીત મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code