1. Home
  2. Tag "Mahakumbh Mela"

મહાકુંભ મેળાના અંતિમ સપ્તાહ દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં વધારાને પહોંચી વળવા ભારતીય રેલવેનું વિશેષ આયોજન

લખનૌઃ ગત શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડની ઘટના બાદ ભારતીય રેલવેએ અનેક કડક પગલાં લાગુ કર્યા છે. અયોધ્યા, વારાણસી, ગાઝિયાબાદ, નવી દિલ્હી અને આનંદ વિહાર સહિતના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા વધારવા માટે વિશેષ હોલ્ડિંગ એરિયા અને વધારાની આરપીએફ તૈનાતીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાઝિયાબાદ સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવ્યો […]

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

મહાકુંભ મેળામાં ગુજરાતની સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કોફેટેરિયા ગુજરાત સરકાર દ્વારા પેવેલિયન બનાવાયું કાફેટેરિયામાં બનતા વ્યંજનોનો બિનગુજરાત ગુજરાતીઓને પણ લાગ્યો ચટકો ગાંધીનગરઃ તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવી છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં […]

મહાકુંભ 2025: મહાકુંભ મેળામાં પરિસ્થિતિ સામાન્ય, સ્નાન અને ધ્યાનનો ક્રમ અવિરત ચાલુ

મહાકુંભનગરઃ મૌની અમાવસ્યા સ્નાન મહોત્સવ દરમિયાન થયેલા અકસ્માત બાદ, ગુરુવારે મહા કુંભ મેળા વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ હતી અને ભક્તોના સ્નાન અને ધ્યાનનો ક્રમ અવિરત ચાલુ છે. સત્તાવાર માહિતી અનુસાર, આજે સવારે 10 વાગ્યા સુધીમાં, 82 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ સાથે, અત્યાર સુધીમાં મહાકુંભમાં ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા […]

મહાકુંભ મેળામાં ભીડને નિયંત્રિત કરવા અને ભક્તોની સુરક્ષા માટે પ્રયાસો તેજ કરાયાં

મહાકુંભનગર: કુંભમેળા વિસ્તારમાં થયેલી ભાગદોડના એક દિવસ પછી, રાજ્ય સરકારે ભીડને નિયંત્રિત કરવા અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. દરમિયાન, ગુરુવારે પણ મોટી સંખ્યામાં ભક્તો કુંભમેળામાં આવી રહ્યાં છે. બુધવારે વહેલી સવારે થયેલી નાસભાગની ઘટનાની અહીં આવતા શ્રદ્ધાળુઓ પર કોઈ ખાસ અસર થઈ હોય તેવું લાગતું નથી. દરમિયાન, પોલીસ અધિક્ષક (ટ્રાફિક) […]

અમદાવાદઃ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવામાં આવ્યા વધારાના કોચ

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળથી ચાલનારી ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર-ચાર કોચ વધારાના ઉમેરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:- 1. ટ્રેન નં. 09413/09414 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનમાં સાબરમતીથી 5,9,14 અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ તથા બનારસથી 6,10,15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ […]

PM મોદીને મહાકુંભ મેળા માટે ઉત્તરપ્રદેસના સીએમ યોગીએ આમંત્રણ પાઠવ્યું

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. આ દરમિયાન તેમની વચ્ચે મહાકુંભ મેળાની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. સીએમ યોગીએ આ આધ્યાત્મિક કાર્યક્રમ માટે PM મોદીને આમંત્રણ આપ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુલાકાતની તસવીરો શેર કરતી વખતે, સીએમ યોગીએ લખ્યું, “નવી દિલ્હીમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી. તમારા માર્ગદર્શન […]

મહાકુંભ મેળામાં રાજકોટની એક સંસ્થા 50 હજાર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરશે

રણછોડદાસજીબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટનો અનોખો સેવાયજ્ઞ પ્રયાગરાજ કુંભમેળામાં કરશે 50 હજાર મોતિયાનાં ફ્રી ઓપરેશન 10 હજાર લોકોના ચશ્માનાં નંબર તપાસી ગુજરાતની પ્રત્યેક વ્યકિતમાં સેવાગુણ જોવા મળતો હોય છે. પૂર હોય કે દુકાળ, ધરતીકંપ હોય કે માનવસર્જિત આફત, ગુજરાતીઓએ હમેશા દુઃખના સમયમાં સાથ આપ્યો હોય એવા અનેક કિસ્સાઓ છે. ત્યારે આ સેવાભાવીઓ સેવા માટેની કોઈ તક […]

મહાકુંભ મેળાને લઈને વધુ એક મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં મહાકુંભની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન મહાકુંભને લઈને વધુ એક ધમકી મળ્યાનું જાણવા મળે છે. મહાકુંભને લઈને ધમકી ભર્યો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેમાં ધમકી આપવા ઉપરાંત હિન્દુ ધર્મને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code