1. Home
  2. Tag "Mahakumbha"

મહાકુંભમાં બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષાની માંગ ઉઠી, મહામંડલેશ્વરે પીએમ મોદીને લોહીથી પત્ર લખ્યો

મહાકુંભમાં ભારતના પડોશી દેશોમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિમ્હાનંદે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે પીએમ મોદીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓની સુરક્ષા કરવાની વિનંતી કરી છે યતિ નરસિમ્હાનંદે પત્રકારોને કહ્યું કે તેમણે પત્રમાં પીએમ મોદીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે સૈન્ય કાર્યવાહી […]

મહાકુંભમાં મૌની અમાવસ્યા ઉપર 7.64 કરોડ શ્રધ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી

મૌની અમાવસ્યાના પાવન અવસરે મહાકુંભ 2025નું બીજું અમૃત સ્નાન કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં શાશ્વત અને શુદ્ધ ત્રિવેણી સંગમમાં કરોડો શ્રદ્ધાળુઓએ બીજું અમૃત સ્નાન કર્યુ હતું. મહાકુંભ માત્ર શ્રદ્ધા, માન્યતા અને ભક્તિનું પ્રતીક જ નથી, પરંતુ એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતાનું અસાધારણ ઉદાહરણ પણ છે. ભારતીયોની સાથે મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન […]

મહાકુંભમાં થયેલી દુર્ઘટનાની ન્યાયિક તપાસનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ

લખનૌઃ પ્રયાગરાજના સંગમતીર્થ ખાતે થયેલી દોડધામમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા છે.. આ દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે. પ્રયાગરાજની ઘટનાને લઈને પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદ છે. આમાં તેમના પરિવારના સભ્યો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ […]

મધ્ય પ્રદેશના CM મોહન યાદવે મહાકુંભમાં જઈ રહેલા ભક્તોને ખાસ અપીલ કરી

પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર રાત્રે ફાટી નીકળેલી નાસભાગમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ પણ થયા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, અલગ-અલગ રાજ્ય સરકારો પ્રયાગરાજ સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા જારી કરી રહી છે. દરમિયાન, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે તેમના રાજ્યના લોકોને ધીરજ રાખવા અને વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું. સીએમ મોહન […]

71 વર્ષ પહેલા મહાકુંભમાં નાસભાગ મચી હતી, સંગમમાં 800 લોકોના મોત થયા હતા

પ્રયાગરાજમાં આજે (29 જાન્યુઆરી) મૌની અમાવસ્યાના દિવસે બીજું શાહી સ્નાન ચાલી રહ્યું છે. આ શાહી સ્નાન પહેલા રાત્રે લગભગ 1 વાગે સંગમમાં નાસભાગ મચી ગઈ હતી. એક ડઝન લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. અકસ્માતની તસવીરો હેરાન કરી દે તેવી હતી. તસ્વીરોમાં, જ્યાં સ્થળ પર કપડાં, બેગ, જૂતા, ચપ્પલ અને અન્ય વસ્તુઓ અહીં-ત્યાં પડેલી […]

મહાકુંભમાં નાસભાગ: CM યોગીએ અધિકારીઓ સાથે કરી બેઠક, વરિષ્ઠ અધિકારીઓ સ્થળ દોડી ગયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અગ્રણી સંતોએ મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન ઉત્સવ પર સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા ભક્તોને અપીલ કરી છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે ભક્તોએ માતા ગંગાની નજીકના કોઈપણ ઘાટ પર સ્નાન કરવું જોઈએ અને સંગમ નાક તરફ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. સ્નાન કરનારાઓ માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે […]

મહાકુંભઃ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ, પીએમ મોદી સીએમ યોગીના સતત સંપર્કમાં

નવી દિલ્હીઃ PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે એક કલાકમાં બે વાર ફોન પર વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ઘટના પર સતત નજર રાખી રહ્યા છે . તેમણે ફરી એક વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી […]

મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને કરી ખાસ અપીલ

લખનૌઃ મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી સીએમ યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ જે ઘાટ પર છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ તરફ જવાનું ટાળે. તેમણે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે. સીએમ યોગીએ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે. મહાકુંભમાં […]

મહાકુંભ : બે દિવસમાં 3.3 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી

પ્રયાગરાજઃ માઁ ગંગા, માઁ યમુના અને અદ્રશ્ય માઁ સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધા અને આસ્થાથી ભરેલા સંતો, ભક્તો, કલ્પવાસીઓ, સ્નાન કરનારાઓ અને ગૃહસ્થોનું સ્નાન દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ જ ક્રમમાં મૌની અમાવાસ્યાના અમૃત સ્નાન પહેલા બે દિવસ (રવિવાર અને સોમવાર) 3 કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. રવિવારે 1.74 કરોડ […]

પ્રયાગરાજઃ સીએમ યોગી અને તેમના મંત્રીઓએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરીને આ માહિતી આપી. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કર્યો અને લખ્યું, “તત્રાભિષેકમ યહ કુર્યાત્ સંગમમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code