1. Home
  2. Tag "MAHARASHTRA"

ભારતના દરિયાકિનારાએ છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ PM મોદી

પૂણેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે વિવિધ મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ માછીમારોને ટ્રાન્સપોન્ડર અને કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંદાજે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો હેતુ સમગ્ર દેશમાં સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને […]

જો મુસ્લિમો વોટ નહીં આપે તો શિવસેનાનો એકપણ ઉમેદવાર જીતી શકશે નહી: સંજય નિરુપમ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ એપિસોડમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલ્માના નેતાઓ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT) મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે તેવી માંગ કરી હતી. શું કહ્યું સંજય નિરુપમે ? હવે આ માંગને સમર્થન આપતાં શિવસેનાના શિંદે જૂથના નેતા સંજય […]

પ્રધાનમંત્રી રવિવારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન […]

મહારાષ્ટ્ર: દૂધનું ટેન્કર 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પાંચના મોત, ચાર ઘાયલ

ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી ટેન્કરની ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે તપાસ આરંભી મુંબઈઃ મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સર્જાઈ છે. કસારા ઘાટ નજીક પૂરઝડપે પસાર થતું દૂધ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર 200 ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ […]

મહારાષ્ટ્ર: હિન્દુ સંગઠનોની કેન્દ્રને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ

મુંબઈઃ  હિંદુ સંગઠનોએ કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવાની માંગ કરી હતી. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ યથાવત છે. સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, માનવ સેવા પ્રતિષ્ઠાન, વજ્ર દળ, યોગ વેદાંત સમિતિ, સુયશ મિત્ર મંડળ, શ્રી શિવરાજ્યભિષેક દિનોત્સવ સમિતિ, સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ […]

દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ચર્ચાઓને વેગ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. નવા પ્રમુખ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે. આ સાથે ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. હકીકતમાં, લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ ફડણવીસે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ સરકારથી દૂર થઈને સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી […]

જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તે જુએ છે કે સરકારે વિકાસના ઘણા કામ કર્યા છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા […]

મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ, NDRF એલર્ટ મોડ પર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી સતત મુશળધાર વરસાદને કારણે રાજ્યના 5 જિલ્લા ભંડારા, કોલ્હાપુર, સાંગલી, રાયગઢ, ગઢચિરોલી પૂરની ઝપેટમાં છે. જિલ્લા પ્રશાસને નદીઓના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. આ સાથે NDRFની ટીમોને પણ કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ભંડારા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી […]

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી અને મુંબઈમાં વરસાદને લઈને એલર્ટ

મુંબઈઃ દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે.. જેના કારણે દક્ષિણ ભારત અને ત્યારબાદ હવે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં પણ બે દિવસથી પ્રિમોન્સુન એક્ટીવીટી હેઠળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ​​મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ તેમજ પાલઘર, થાણે, […]

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હીઃ આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 09 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની સ્થિતિનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને પૂર્વ મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code