1. Home
  2. Tag "mahisagar"

લોકસભા ચૂંટણીઃ મહિસાગરના રિક્ષા ચાલકોની અનોખી પહેલ, મતદારોને ફ્રીમાં મતદાન કેન્દ્ર લઈ જશે

અમદાવાદઃ મહિસાગરના રિક્ષા ચાલકોએ મતદાનની જાગૃતિ માટે રેલી યોજી. રિક્ષા પર મતદાનની જાગૃતિ માટેનાં પોસ્ટર લગાવ્યા. કેલેક્ટર કચેરીથી રેલી યોજી. આ રેલીમાં 200 જેટલા રિક્ષા ચાલકો જોડાયા. આટલું જ નહીં તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને રિક્ષા ચાલકો મત આપવા અંગે જાગૃત કરશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જેને જે પક્ષને મત કરવો હોય તે કરે પરંતુ […]

મહિસાગરઃ એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક લાંચ લેતા ઝડપાયા

ભોજનનું બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી રકમ સમગ્ર ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીમાં કરાઈ હતી ફરિયાદ એસીબીએ લાંચનું છટકુ ગોઠવીને બંનેની કરી ધરપકડ અમદાવાદઃ ગુજરાતમાં લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે એસીબીએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન મહિસાગર જિલ્લાના કડાણામાં એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષકને લાંચની રકમ સ્વિકારતા લાંચ […]

ખેડા-મહિસાગરઃ ઉદવહન સિંચાઈ યોજના હેઠળ 120 તળાવો મારફતે સિંચાઈનું પાણી પુરુ પડાશે

અમદાવાદઃ ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામોના 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે 8100 હેક્ટર વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉદવહન સિંચાઇ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 794.40 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ […]

મહીસાગરના અલદરી માતા ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ મહીસાગર જિલ્લો પોતાના કુદરતી સૌંદર્યના કારણે રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. મહીસાગર જિલ્લામાં ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક નદી નાળાઓ વહેવા લાગ્યા છે. જેમાં ઘોધ અને ઝરણાં પણ સક્રીય થયાં છે. ત્યારે ખાનપુર તાલુકાના બકોર- પાંડરવાળા પાસે આવેલ વાવકુવા જંગલ વિસ્તારમાં અલદરી માતાનો ધોધ પણ સક્રિય થયો છે. આ ધોધ […]

લગ્નનો ઉત્સાહ માતમમાં ફેલાયો, જાનૈયા ભરેલો ટેમ્પો પલટી ખાતા નવના મોતની આશંકા

અમદાવાદઃ મધ્ય ગુજરાતના મહિસાગરમાં લગ્નનો ઉત્સાહ એક માર્ગ અકસ્માતને પગલે માતમમાં ફેલાયો છે. ગડા ગામ પાસે જાનૈયાઓ ભરેલો ટેમ્પો ખાઈ જતા નવ જાનૈયાઓના મોત થયાં હતા. જ્યારે 22થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. ટેમ્પોમાં ક્ષમતા કરતા વધારે મુસાફર ભરેલો હતો. માર્ગ અકસ્માતમાં આઠેક વ્યક્તિઓના મૃત્યુના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી […]

મહિસાગરના જનોદ ગામના લોકોને થયા વાઘના દર્શન, વન વિભાગ કહે છે, તે વાઘ નહીં દીપડો હશે

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો પહેલા વાઘ હતા. હવે વાઘ જોવા મળતા નથી. એટલે વાઘની વસતી નામશેષ થઈ ગઈ છે. ત્યારે મહિસાગર જિલ્લામાં જનોદ ગ્રામજનોએ વાઘ જોયો હોવાનો વન વિભાગના અધિકારીઓ સમક્ષ દાવો કર્યો હતો. જ્યારે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે, ગ્રામજનોએ જે પ્રાણીને જોયું છે, તે વાઘ નહીં પણ દીપડો હશે. તેના ફુટપ્રિન્ટ પરથી પણ દીપડો હોવાનું […]

મહિસાગરના રૈયોલીમાં ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું CMના હસ્તે લોકાર્પણ કરાયું

ગાંધીનગરઃ રાજ્યના મહિસાગર જિલ્લાના રૈયોલીમાં રૂ.16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક – ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રીએ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈ 5-ડી થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સર્ક્યુલર પ્રોજેકશન, મૂડ લાઈટ, 3-ડી પ્રોજેકશન મેપિંગ સહિત હોલોગ્રામનું જીણવટ […]

પાદરાના મુંજપર ગામ નજીક મહિસાગરમાં રેતીની ચોરી કરતા ખનન માફિયા પોલીસને જોઈને ફરાર

વડોદરા :  જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર ગામ પાસે મહીસાગરના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન સામે સ્થાનિક પંચાયતના સદસ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે કાર્યવાહી થઇ હતી. પાદરા મામલતદાર કચેરી અને પોલીસ અધિકારીઓએ દરોડો પાડતા ડમ્પરને હિટાચી મશીન મૂકી ખનન કરતા તત્વો ભાગી છુટ્યા હતા. પાંચ એકરમાં ગેરકાયદેસર ખનન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં […]

મહીસાગર: રાજ્યમાં પ્રથમવાર કોરોના ટેસ્ટીંગ માટે સંજીવની એક્સપ્રેસ બાઇકનો પ્રારંભ

અમદાવાદઃ મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજ્યના મંત્રી સહિત મહાનુભાવોએ કોવિડ-19 ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે જિલ્લા તંત્ર દ્રારા નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા લીલીઝંડી આપી પ્રસ્થાન […]

ગુજરાતમાં ફરી એકવાર જોવા મળ્યો વાઘ, મહિસાગરના ગ્રામજનોએ કર્યો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં સાવજો અને દીપડાની વસ્તીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. જો કે, રાજ્યમાં વાઘની વસતી નથી. જો કે, પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા વધારે છે. દરમિયાન રાજ્યના સરહદી જિલ્લા મહિસાગરમાં ફરી એકવાર જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, વનવિભાગ દ્વારા આ અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code