અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ, ડંકી રૂટ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળોએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે બુધવારે (9 જુલાઈ, 2025) ડોન્કી રૂટ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ટીમે પંજાબ અને હરિયાણાના 7 જિલ્લાઓ, અમૃતસર, સંગરુર, પટિયાલા, મોગા, અંબાલા, કુરુક્ષેત્ર અને કરનાલમાં 11 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ તે ભારતીયો સાથે સંબંધિત છે જેમને ફેબ્રુઆરી 2025 માં અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. […]