1. Home
  2. Tag "mamata banerjee"

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]

મમતા બેનરજીએ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવા માગતા ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા

કોલકાતા, 4 ડિસેમ્બર, 2025ઃ Mamata Banerjee suspends MLA from party મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) પક્ષના ધારાસભ્ય હુમાયુ કબીરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. હુમાયુ કબીરે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદ બાંધશે. કબીરે ગયા મહિને મુર્શિદાબાદના બેલદંગા ખાતે બાબરી મસ્જિદની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત કરીને શિલાન્યાસ […]

મમતા બેનર્જીએ મતદાર યાદી સુધારણા અંગે અમિત શાહ પર ગંભીર આરોપો લગાવ્યા

નવી દિલ્હી: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા. મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એ અમિત શાહ દ્વારા 14 વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ સરકારને તોડી પાડવા માટે એક ચાલાક યુક્તિ હતી, જેને તેઓ સફળ થવા દેશે નહીં. ઉત્તર બંગાળના સરહદી જિલ્લા માલદામાં SIR વિરુદ્ધ એક […]

બંગાળમાં શાળા ભરતી કૌભાંડ પર ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડને લઈને CM મમતા બેનર્જી પર પ્રહારો કરી રહી છે. રાજ્યની શાળાઓમાં શિક્ષક ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી જેલમાં જશે. બીજેપી સાંસદ સંબિત પાત્રાએ ગુરુવારે (3 એપ્રિલ, 2025) એક પ્રેસ કોન્ફરન્સમાં બંગાળ સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘જો રાજ્યમાં […]

પશ્ચિમ બંગાલમાં બાંગ્લાદેશીઓ મામલે મમતા બેનર્જી ઉપર અમિત શાહે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 પર બોલતી વખતે બંગાળ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે બંગાળ સરકાર પર ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ માટે જમીન ન આપવાનો અને ઘુસણખોરો પ્રત્યે દયા દાખવવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભામાં બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બાંગ્લાદેશ સાથેની આપણી સરહદ 2216 કિમી […]

આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીને ફટકારવામાં આવેલી સજાથી મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો અસંતોષ

કોલકાતાઃ આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, તેઓ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું હતું કે, “આપણે બધાએ મૃત્યુદંડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. હું સંતુષ્ટ નથી. પોતાની નારાજગી વ્યક્ત કરતા સીએમ મમતા બેનર્જીએ […]

RJDએ કોંગ્રેસને આપ્યો ઝટકો, લાલુ યાદવે કહ્યું- ઈન્ડી ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવી જોઈએ

પટનાઃ લોકસભા ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની હાર બાદ ભારત ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવાની માંગણી તેજ બની છે. હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ યાદવે પણ મમતા બેનર્જીને વિપક્ષી ગઠબંધનના નેતા બનાવવાની માંગ કરી છે. લાલુએ મંગળવારે કહ્યું કે કોંગ્રેસના વાંધાઓનો કોઈ અર્થ નથી. અમે મમતાને સમર્થન આપીશું. મમતા બેનર્જીને […]

શું મમતા બેનર્જી ઈન્ડિયા ગઠબંધનની કમાન સંભાળવા તૈયાર છે?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકની વર્તમાન કામગીરી અને નેતૃત્વ શૈલી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જો વર્તમાન નેતૃત્વ અસરકારક રીતે ચલાવી ન શકે તો તેઓ આ જવાબદારી નિભાવવા તૈયાર છે. ઈન્ટરવ્યુમાં મમતા બેનર્જીએ કહ્યું, “મેં ઈન્ડિયા બ્લોક બનાવ્યો છે, હવે તેને સંભાળવાની જવાબદારી મોરચાનું […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીના મોરહબાદી મેદાનમાં ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને તેમની માતા રૂપી સોરેન પણ મંચ પર હાજર હતા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code