1. Home
  2. Tag "mamata banerjee"

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીના મોરહબાદી મેદાનમાં ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને તેમની માતા રૂપી સોરેન પણ મંચ પર હાજર હતા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ […]

કોંગ્રેસે અહંકાર છોડી ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વિકારવા જોઈએઃ TMC

નવી દિલ્હીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે કેટલાક રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ છે. તેમજ ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીની પસંદગી કરવામાં આવે તેવી ટીએમસીએ માંગણી કરી […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]

ઈન્ડી ગઠબંધનમાં તિરાડઃ નીતિ આયોગની બેઠકમાં મમતા બેનર્જી ભાગ લેશે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેવા માટે તે દિલ્હી પણ રવાના થઈ ગઈ છે. તેમની સાથે તૃણમૂલના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ આવી રહ્યા છે. મમતા બેનર્જી અનુસાર, હેમંત સોરેન પણ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. બજેટમાં રાજ્યો વચ્ચેના ભેદભાવનો આક્ષેપ વચ્ચે નીતિ આયોગની બેઠકનો […]

સંદેશખાલી મામલે સુપ્રીમ કોર્ટનો મમતા બેનર્જી સરકારને વેધક સવાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે (8 જુલાઈ 2024) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી હતી, જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના […]

લોકસભા ચૂંટણીઃ BJP અને I.N.D.A. એ પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જોર લગાવ્યું, જાણો કોણે કેટલી રેલી-રોડ શો યોજ્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું શનિવાર પૂર્ણ થઈ ચુક્યું છે અને ચાર જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ મોટાભાગની સંસ્થાઓએ જાહેર કરેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જો કે, ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મોટી રેલીઓ, ચૂંટણી પ્રચાર અને રોડ શો કર્યા હતા. […]

મુસ્લિમોને OBCમાં સામેલ કરવા માટે PM મોદીએ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી અનામતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં તેમણે ઓબીસી પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું, પરંતુ કલકત્તા હાઈકોર્ટે તેને રોકી દીધું હતું. શિમલામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પીએમ જણાવ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના ષડયંત્રનું નવીનતમ ઉદાહરણ […]

રાહુલ ગાંધી ડરના કારણે રાયબરેલી ભાગી ગયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ જનતાની સેવા કરવા માટે થયો છે. તેમનું સ્વપ્ન માત્ર લોકોના સપના પૂરા કરવાનું છે. આ રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું […]

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારનાર શાહજહાં શેખની આંખોમાં જોવા મળ્યાં મગરમચ્છના આંસુ

નવી દિલ્હીઃ સંદેશખાલીમાં ED ટીમ પર હુમલાના આરોપનો સામનો કરનાર ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળ્યો હતો. તેમનો રડતો વીડિયો જોયા બાદ ભાજપે તેમની ઉપર કટાક્ષ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, ઘમંડ દૂર થઈ ગયો છે. નાણાકીય ભ્રષ્ટાચાર કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code