1. Home
  2. Tag "manipur"

મોદી સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ : નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અમે મણિપુર અને દેશના દરેક રાજ્યની ચિંતા કરીએ છીએ. મણિપુરના મુદ્દા પર વિપક્ષના સતત પ્રહારો વચ્ચે નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે તત્કાલીન વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ઈન્દર કુમાર ગુજરાલના સમયમાં પણ મણિપુરમાં અશાંતિની સ્થિતિ હતી, પરંતુ બંને […]

મણિપુરમાં ભૂકંપના બે આંચકા નોંધાયા, એકની તીવ્રતા 5.7ની નોંધાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં આજે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા 5.7 હતી. ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. માહિતી અનુસાર, સવારે 11.06 વાગ્યે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિલોંગ સ્થિત પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમીની ઊંડાઈએ હતું. તેમણે […]

મણિપુરમાં હથિયારો સોંપવાની મુદત લંબાવવામાં આવી; રેલ્વે ટ્રેક પરથી ત્રણ મહિલાઓની લાશ મળી

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શુક્રવારે લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો પોલીસને સોંપવાની સમયમર્યાદા 6 માર્ચના સાંજે 4 વાગ્યા સુધી લંબાવી હતી. પહાડી અને ખીણ વિસ્તારના લોકોએ વધારાના સમયની માંગણી કર્યા બાદ આ સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્વૈચ્છિક રીતે હથિયાર સમર્પણ કરવાની સાત દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી ખીણ અને […]

મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું, નવની ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે, બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને અને શાંતિ જળવાય રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ ઉગ્રવાદી સંહગઠનના લગભગ 9 ઉગ્રવાદીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ અભિયાન તેજ બનાવ્યું છે. […]

મણિપુરમાં સીએરપીએફ કેમ્પસમાં જવાને કરેલા ગોળીબારમાં બે જવાનના અવસાન

નવી દિલ્હીઃ મણિપુરમાં, એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી હતી. આ ગોળીબારમાં બે સૈનિકોના અવસાન થયા છે જ્યારે 8 જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફાલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. અહેવાલ મુજબ, 120મી બટાલિયનના હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ ગનમાંથી […]

મણિપુરઃ તાજેતરમાં આતંકવાદીઓએ લૂંટાયેલા હથિયારો અને દારૂગોળા પોલીસે જપ્ત કર્યો

નવી દિલ્હીઃ મણિપુરના થૌબલ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (IRB) ચોકીને નિશાન બનાવી હતી અને સૈનિકો પાસેથી છ SLR અને 3 AK રાઈફલ લૂંટી લીધી હતી. આ ઉપરાંત, લગભગ 270 દારૂગોળો અને 12 મેગેઝિન પણ લૂંટી લેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો અનેક વાહનોમાં આવ્યા હતા. પોલીસે તેમને ઝડપી પાડ્યા […]

મણિપુરમાં સુરક્ષા દળોએ હથિયારોના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપ્યાં

નવી દિલ્હીઃ મણિપુરમાં 18 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાએ સમગ્ર રાજ્યમાં અશાંતિ ફેલાવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક પ્રયાસો છતાં, આ હિંસાની આગ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન, મણિપુરમાં સુરક્ષા દળોની એક મોટી કાર્યવાહી કરી હતી. એક તરફ, સુરક્ષા દળોએ થોઉબલ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં અલગ અલગ […]

મણિપુર અને ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ મંગળવારે મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્રિપુરા, મણિપુર અને મેઘાલયને 21 જાન્યુઆરી, 1972ના રોજ ઉત્તર-પૂર્વીય વિસ્તારો (પુનઃસંગઠન) અધિનિયમ, 1971 હેઠળ રાજ્યનો દરજ્જો મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં લખ્યું, “મેઘાલય, ત્રિપુરા અને […]

CM બીરેન સિંહે મણિપુરની જનતાની માફી માંગી, નવુ વર્ષમાં સામાન્ય સ્થિતિની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે સીએમ બીરેન સિંહએ માફી માંગી છે, તેમણે વર્ષ 2024ને દુર્ભાગ્યથી ભરેલું ગણાવ્યું હતું. સીએમ બીરેન સિંહએ જણાવ્યું હતું કે, તેઓ 3 મે 2023થી આજ સુધીની પરિસ્થિતિ મામલે રાજ્યની જનતાની માફી માંગી રહ્યું છું. તેમણે કહ્યું કે, આ સમગ્ર વર્ષ દૂર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે અનેક લોકોએ […]

મણિપુર: સેનાનું સંયુક્ત ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળો જંગી જથ્થો ઝડપાયો

નવી દિલ્હીઃ મણિપુરના પહાડી અને મેદાની વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હથિયારો, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી મળી આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા ઇમ્ફાલ પૂર્વ, તેંગનોપલ, યાંગિયાંગપોકી અને ચુરાચંદપુર જિલ્લામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આ રિકવરી કરવામાં આવી હતી. આ સંબંધમાં સોમવારે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડ હેડક્વાર્ટર ફોર્ટ વિલિયમ (કોલકાતા) દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code