1. Home
  2. Tag "Maoists"

માઓવાદીઓને હિંસા છોડી મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા આત્મસમર્પણ કરનાર ભૂપતિએ સાથીઓને અપીલ કરી

ગઢચિરોલી: ગઢચિરોલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર ટોચના માઓવાદી મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ તેમના સક્રિય સાથીઓને શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાવા અને સામાન્ય લોકો વચ્ચે કામ કરવા અપીલ કરી છે. વીડિયો સંદેશમાં, ભૂપતિએ પોતાના અને પોતાના આત્મસમર્પણ કરેલા સાથી રૂપેશના મોબાઇલ નંબર પણ શેર કર્યા જેથી પ્રતિબંધિત ચળવળ છોડવા માંગતા માઓવાદીઓ તેમનો સંપર્ક કરી શકે. […]

માઓવાદીઓના કાવતરાને સુરક્ષાદળોએ બનાવ્યું નિષ્ફળ, જંગી માત્રામાં જપ્ત કરી વિસ્ફોટક સામગ્રી

નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ ખતરનાક માઓવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. તાડપાલા બેઝ કેમ્પમાંથી કોબ્રા 206, CRPF 229, 153 અને 196 ની સંયુક્ત ટીમે KGH તળેટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન માઓવાદીઓ દ્વારા છુપાવવામાં આવેલા BGL (બોમ્બ ગ્રેનેડ લોન્ચર) બનાવવા માટે મોટી માત્રામાં વિસ્ફોટકો અને સામગ્રી મળી આવી હતી. જપ્ત કરાયેલ સામગ્રીમાં 51 […]

છત્તીસગઢઃ સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે. રાજ્યના બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગઈકાલે બપોરે અબુઝહમાડ વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર સ્થળેથી 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા […]

છત્તીસગઢમાં 3 મહિનામાં 83 માઓવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં કુલ 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓનો સમાવેશ થાય છે જેમના માથા પર 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન અને અન્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો. આત્મસમર્પણ કરનારાઓમાં 02 પ્લાટૂન સભ્યો, લશ્કરી સભ્યો અને અન્ય મુખ્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ […]

છત્તીસગઢના છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ સુરક્ષા દળોએ છત્તીસગઢમાં 30થી વધારે નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યાં છે. બીજી તરફ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ત્યારે છત્તીસગઢમાં છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું […]

છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા છે. ગોળીબારમાં બે સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા છે અને બે અન્ય ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બધા માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાનના જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત […]

મહારાષ્ટ્રઃ 11 માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કટ્ટર નેતા સહિત 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે. મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું. છત્તીસગઢ સરકારે તેમના પર ઈનામની જાહેરાત પણ કરી હતી. આ માઓવાદીઓને […]

તેલંગાણામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબાર, છના મોત

બે મહિલા કેડર સહિત છ માઓવાદી ઠાર મરાયાં આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત સિકંદરાબાદઃ તેલંગાણાના ભદ્રાહી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના સભ્યો વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં માઓવાદી સંગઠનની બે મહિલા કેડર સહિત છ માઓવાદીઓના મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને તરફથી થયેલા ગોળીબારમાં તેલંગાણા પોલીસની નક્સલ […]

વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ […]

ઝારખંડ: ચતરામાં સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા

ઝારખંડ પોલીસને મળી મોટી સફળતા સુરક્ષા દળો દ્વારા 5 માઓવાદીઓ માર્યા ગયા માઓવાદીઓ પાસેથી બે એકે-47 પણ મળી આવી રાંચી:ઝારખંડ પોલીસને સોમવારે મોટી સફળતા મળી છે. હકીકતમાં, પોલીસ સાથેની અથડામણમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓમાં બે ટોચના કમાન્ડર છે, જેમના પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code