1. Home
  2. Tag "medical college"

બનાસકાંઠાઃ બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ […]

ગુજરાતમાં પાંચ વર્ષમાં 10 જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન, 1500 બેઠકો વધશે

ગાંધીનગરઃ શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત 30મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા અમિત શાહએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મયા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા […]

ગુજરાતઃ વર્ષ 2027માં નવી 10 મેડિકલ કોલેજમાં અંદાજિત 1500 જેટલી U.G.ની બેઠક ઉપલબ્ધ થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં મેડિકલ કૉલેજ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજમાં MBBS U.G. ની  6950 અને P.G. ની 2650 જેટલી મેડિકલ બેઠક ઉપલ્બધ છે. વર્ષ 2027 સુધીમાં PPP મોડલ પર 10 નવીન મેડિકલ કૉલેજમાં અંદાજિત 1500 જેટલી […]

દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 704 અને મેડિકલની સીટો વધીને 1.07 લાખ થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ)માં 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંઘ બઘેલ, નીતિ આયોગના સભ્ય, આરોગ્ય ડો.વી.કે.પૌલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. દેશમાં મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ છે, જેમાં આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હરિયાણાના પ્રવાસે,સિરસામાં મેડિકલ કોલેજનો કરશે શિલાન્યાસ

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 29 નવેમ્બર મંગળવારથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તે કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોમવારે જારી કરાયેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ મંગળવારે આંતરરાષ્ટ્રીય ગીતા સેમિનારને ગ્રેસ કરશે. આ પ્રસંગે, તે તમામ જાહેર માર્ગ પરિવહન સુવિધાઓ માટે મુખ્યમંત્રી આરોગ્ય સર્વેક્ષણ યોજના, હરિયાણા ઈ-ટિકિટીંગ પ્રોજેક્ટને વર્ચ્યુઅલ રીતે […]

મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હી ખાતે લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ અને એસોસિએટેડ હોસ્પિટલમાં નવા OPD/IPD બ્લોકનું ઉદ્ઘાટન કર્યુ

લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ અને એસોસિએટેડ હોસ્પિટલમાં નવા OPD/IPD બ્લોકનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાએ કર્યું ઉદ્ઘાટન ઉદ્ઘાટન કાર્યક્રમમાં અનેક લોકો રહ્યા ઉપસ્થિત દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ​​લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ (LHMC) અને સંકળાયેલ હોસ્પિટલ, નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી […]

રાજ્ય સરકારની નિષ્ક્રિયતાથી પોરબંદરની મેડિકલ કોલેજને ચાલુ વર્ષે મંજુરી ન મળીઃ મોઢવાડિયા

અમદાવાદઃ પોરબંદરમાં મેડિકલ કોલેજને મંજુરી ના મળવા અંગે પ્રતિક્રિયા આપતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ચુંટાયેલા પ્રતિનિધિની બેદરકારીના કારણે કેન્દ્ર સરકારે મંજુર કરેલ મેડિકલ કોલેજ પોરબંદરે થોડા સમય માટે ગુમાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.  દોઢ વર્ષનો સમય હતો આ […]

રાજસ્થાનઃ જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું પીએમ મોદી કરશે ઉદ્ધાટન

દિલ્હીઃ અમેરિકાના પ્રવાસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનના જયપુર સ્થિત પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વિકાસલક્ષી યોજનાનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થા (CIPET) નું ઉદ્ઘાટન કરશે અને રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને […]

PM મોદીનો નિર્દેશ, મેડિકલ કોલેજોમાં OBC-EWS અનામતનો મુદ્દો ઝડપી ઉકેલો

નવી દિલ્હી: ઑલ ઇન્ડિયા કોટા ઑફ મેડિકલ એજ્યુકેશનમાં OBC વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઇને પીએમ મોદીએ સોમવારે એક સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી […]

મોરબીમાં બનશે નવી મેડિકલ કોલેજ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

અમદાવાદઃ મોરબીમાં કેન્દ્ર સરકાર પાસેથી મેડિકલ કોલેજ માટે મંજૂરી માંગી હતી. આજે કેન્દ્ર સરકારે પત્ર લખીને આ વર્ષથી 100 બેઠક સાથેની મેડિકલ કોલેજની મંજૂરી આપી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એઈમ્સ માટે જરૂરી જમીન ફાળવી આપી છે. તેમજ રસ્તા માટેની કામગીરી મંજુરી કરી છે. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code