1. Home
  2. Tag "Meeting"

ફ્રેન્ચ રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર અને NSA અજિત ડોભાલ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને મંગળવારે નવી દિલ્હીમાં 38મા ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી હતી. વ્યૂહાત્મક સંવાદ દરમિયાન, ભારત અને ફ્રાન્સે વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોએ સુરક્ષા, સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ અને નાગરિક પરમાણુ સહયોગના ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય […]

ડિલિવરી બોયઝની સુરક્ષા માટે મોટો નિર્ણય: 10 મિનિટની મર્યાદા હટી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતા ’10 મિનિટમાં ડિલિવરી’ના વચન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી […]

પાકિસ્તાની સેના પ્રમુખની મુલાકાતનો સાઉદી પ્રિન્સે કર્યો ઈનકાર

રિયાધ, 2 જાન્યુઆરી 2026 : યમનમાં ચાલી રહેલા આંતરવિગ્રહને કારણે હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિવાદની સીધી અસર પાકિસ્તાનના રાજકારણ પર પણ જોવા મળી રહી છે. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (MBS) પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર કે અન્ય કોઈ પણ નેતાને મળવાનો સ્પષ્ટ ઈનકાર […]

બંગાળના ગઢમાં ભાજપની રણનીતિ: અમિત શાહની RSS સાથે મેરેથોન બેઠક

કોલકાતા, 31 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. કોલકાતાની મુલાકાતે આવેલા શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના હોદ્દેદારો સાથે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠનની મજબૂતી પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. […]

NDA સાંસદોની બેઠકમાં PM મોદીનું સાંસદોને જેન-ઝી(GEN-Z) સાથે જોડાવવાનું આહવાન

નવી દિલ્હી: સંસદ ભવનમાં મંગળવારે સવારે NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના તમામ સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકમાં NDAના નેતાઓ દ્વારા બિહાર ચૂંટણીમાં શાનદાર જીત બદલ વડા પ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વડા પ્રધાને સાંસદોને સંબોધિત કર્યા અને અનેક મુદ્દાઓ […]

પીએમ મોદી અને પુતિન વચ્ચે બેઠકમાં શાંતિ મુદ્દે લંબાણપૂર્વકની ચર્ચા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી બેઠક સમિટમાં બંને નેતાઓએ મિત્રતા અને શાંતિ પર ભાર મૂક્યો હતો. યુક્રેન સંકટથી લઈને ભવિષ્યના હાઈ-ટેક સહકાર સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં સ્પષ્ટ કર્યું હતું કે, “ભારત ન્યૂટ્રલ (તટસ્થ) દેશ નથી, પરંતુ તે […]

થાઈલેન્ડના વિદેશ મંત્રી આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે -વિદેશમંત્રી જયશંકર સાથે બેઠક કરશે

નવી દિલ્હી: થાઈલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી સંબંધોને મજબૂત બનાવવાની તક છે. તેઓ આજે દિલ્હીમાં સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે. ફુઆંગકેટકેઓ દ્વિપક્ષીય ચર્ચા માટે આવતીકાલે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકરને મળશે. ઉલ્લેખનીય છે […]

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લોકોના પ્રશ્નોની સમીક્ષા કરાઈ

કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે કરવા સૂચના અપાઈ, ધારાસભ્ય દ્વારા નર્મદા કેનાલ સંબંધિત પ્રશ્નો રજુ કરાયા, વહીવટી તંત્રને ‘પ્રો-એક્ટિવ‘ અભિગમ અપનાવી કલેકટરે તાકીદ કરી સુરેન્દ્રનગરઃ  જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી હતી. આ બેઠકમાં લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ અને કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે […]

પ્રાકૃતિક ખેતી માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છેઃ રાજ્યપાલ

રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે મહત્વની બેઠક યોજાઈ, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કૃષિ મંત્રીની હિમાયત, પ્રાકૃતિક કૃષિ અન્વયે કામગીરીની વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ   ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ […]

સેમિકન્ડક્ટર મિશનને વિસ્તૃત કરવાના ભાગરૂપે ભારત અને અમેરિકા વચ્ચે બેઠક

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ઇન્ટેલના મુખ્ય કાર્યકારી અધિકારી લિપ-બૂ ટેન સાથે મુલાકાત કરી, જેથી સરકારના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ઇન્ડિયા એઆઇ મિશનને અનુરૂપ ભારતમાં સેમિકન્ડક્ટર અને એઆઇ કામગીરીને વિસ્તૃત કરવાની ઇન્ટેલની યોજનાઓ અંગે ચર્ચા કરી શકાય. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2021 માં ફેબ્રિકેશન, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે 76 હજાર કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code