1. Home
  2. Tag "Meeting"

ગુનાઓ પર અંકુશ લાવવા રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: પોલીસ વડા વિકાસ સહાય

ગાંધીનગરઃ 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો […]

પંજાબમાં પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે, ‘આપ’ સરકારે વેટમાં કર્યો વધારો

પેટ્રોલ પર વેટમાં 61 પૈસા અને ડીઝલ પર 92 પૈસાનો વધારો હિમાચલ, રાજસ્થાન અને હરિયાણા કરતાં પંજાબમાં વેટ ઓછો હોવાનો દાવો નવી દિલ્હીઃ પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવામાં આવ્યો છે. પેટ્રોલ પર વેટમાં 61 પૈસા અને ડીઝલ પર 92 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પંજાબ કેબિનેટની બેઠક બાદ નાણાં મંત્રી હરપાલ ચીમાએ આ […]

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

‘બોલવાની તક જ અપાતી નથી’ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા

નીતિ આયોગની બેઠક હાલ ચર્ચામાં છે..કારણકે વિપક્ષમાંથી એક માત્ર મમતા બેનર્જીએ જ આ બેઠકમાં ભાગ લીધો છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની આ બેઠક ચાલી રહી છે. અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતાએ આ દરમિયાન કહ્યું કે આ કેવી રીતે ચાલે? મમતા બેનર્જીએ […]

નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ 26 સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને નેપાળના પ્રધાનમંત્રીના સંબોધન […]

પુતિન સાથે પ્રાઇવેટ મિટિંગથી લઇને ડિનર સુધી, જાણો વડાપ્રધાન મોદીનો પુરો કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે આજથી રશિયાની બે દિવસીય મુલાકાતે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી આજે મોસ્કો જશે. વડાપ્રધાનની આ રશિયા મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દ્વિપક્ષીય વાટાઘાટોના કાર્યક્રમ વિશે માહિતી આપતા, […]

મોહન માઝી ઓડિશાના નવા સીએમ બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરવામાં આવશે. તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજર હતા. ભુવનેશ્વરમાં મળેલી બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે અને લગભગ 24 વર્ષથી […]

થપ્પડ મારવાની ઘટના બાદ કંગના રનૌતનો આ ફોટો વાયરલ થયો, તેને જોયા બાદ યુઝર્સે કહ્યું- તે કેબિનેટ મંત્રી હોવી જ જોઈએ.

કંગના રનૌત હાલમાં થપ્પડ મારવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. ચંદીગઢ એરપોર્ટ પર તેને મળેલી થપ્પડની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. કોઈ અભિનેત્રી અને સાંસદ કંગનાના સમર્થનમાં બોલ્યું છે તો કોઈ તેને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલના સમર્થનમાં આવ્યું છે. થપ્પડ કાંડની અંધાધૂંધી વચ્ચે દિલ્હી સંસદમાંથી કંગના રનૌતની કેટલીક તસવીરો સામે […]

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરાયો

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો હતો કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે […]

NDAની બેઠકમાં નીતિશ કુમાર એવું શું બોલ્યા કે નક્કી થઇ ગયું કે તેઓ ભાજપની સાથે જ રહેવાના છે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી પક્ષો 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થશે તો જવાહરલાલ નેહરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code