રાજ્યસભાના સાંસદ શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે PM મોદી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું હતું કે, “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડીનો પરાજ્ય થયો હતો. મહાવિકાસ અઘાડીના પરાજયને પગલે કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર) વચ્ચે અંદર-અંદર નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન એનસીપીના સિનિયર નેતા શરદ પવાર પીએમ મોદીને મળતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. જો કે, તમામ અટકળો ઉપર શરદ પવારે પૂર્ણ વિરામ મુકીને પીએમ મોદી સાથે મુલાકાતમાં ખેડૂતો મામલે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું.
tags:
Aajna Samachar Breaking News Gujarati farmers' group Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Meeting Mota Banav MP Sharad Pawar News Article News Blog News in Gujarati News Live News Updates pm modi Popular News rajya sabha Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news