1. Home
  2. Tag "mexico"

અમેરિકા બાદ હવે મેક્સિકોએ એશિયન દેશોના 1400 જેટલા ઉત્પાદનો પર 50 ટકા સુધીની આયાત ડ્યૂટી લગાવી

મેક્સિકોએ એશિયામાંથી આયાત થતી અનેક વસ્તુઓ પર ભારે નવા ટેરિફ લગાવી દીધા છે, જે તેના લાંબા સમયથી ચાલી રહેલા મુક્ત-વ્યાપાર વલણથી એક મોટો નીતિગત બદલાવ છે. આ આકરા પગલાથી પ્રભાવિત થનારા મુખ્ય નિકાસકાર દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, મેક્સિકોની સિનેટે નવી શુલ્ક વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત તે દેશોમાંથી […]

મેક્સિકોમાં મેયરની હત્યાના આરોપમાં સાત બોડીગાર્ડની ધરપકડ

નવી દિલ્હી: મેક્સિકોના ઉરુઆપનના મેયર કાર્લોસ માનસોની 1 નવેમ્બરના રોજ તેમના પરિવારની સામે ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેમના પોતાના સાત બોડીગાર્ડ્સ આ હત્યામાં સામેલ હતા. આ સાત ગાર્ડ સક્રિય પોલીસ અધિકારીઓ હતા અને હત્યા પછી પણ ફરજ પર હતા. મેયરની હત્યા બાદ, તેમની પત્નીને મેયર તરીકે નિયુક્ત […]

મેક્સિકોના સુપરમાર્કેટમાં વિસ્ફોટ બાળકો સહિત 23 લોકોના મોત

નવી દિલ્હી: મેક્સીકન શહેર હર્મોસિલોમાં વાલ્ડો સ્ટોરમાં થયેલા વિસ્ફોટમાં બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા. આ ઘટનામાં અગિયાર લોકો ઘાયલ થયા છે અને તેમને શહેરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી, અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી […]

મેક્સિકોમાં મુશળધાર વરસાદથી તબાહી: 64 લોકોના મોત, 65 ગુમ

નવી દિલ્હી: મેક્સિકોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે 64 લોકોના મોત થયા છે અને 65 લોકો ગુમ થયા છે. સરકારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, કેટલીક નગરપાલિકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને ઘણી નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. મેક્સીકન અધિકારીઓએ છેલ્લા અઠવાડિયાથી વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને ખાલી કરાવવા, સાફ કરવા […]

ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં, તેલ પરના ટેક્સને લઈ કહી આ વાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકો પર વધારાની ટેરિફ લાદશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા 1 ફેબ્રુઆરીથી તેના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. તેમણે એમ પણ કહ્યું કે અમે ચીન વિરુદ્ધ સમાન વલણ પર વિચાર કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેરિફને આધીન વસ્તુઓની યાદીમાં […]

મેક્સિકો: બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 8ના મોત, 2 ઘાયલ

મેક્સિકો સિટીઃ  ઉત્તર-મધ્ય મેક્સિકોમાં રસ્તાની બાજુની દુકાનમાં ગ્રાહકો અને પસાર થતા લોકો પર બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા હતા. ગુઆનાજુઆટો રાજ્યના પ્રોસિક્યુટર્સે જણાવ્યું કે ગોળીબાર મોડી રાત્રે અપાસિયો અલ ગ્રાન્ડે શહેરમાં થયો હતો. આ પ્રાંતમાં ગેંગ વચ્ચે ગોળીબારના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. તેમણે કહ્યું કે આ લોકો […]

ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો

ન્યૂયોર્કઃ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કર આવતા વર્ષે 20 જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન પર વધારાનો 10 ટકા કર લાદવામાં […]

નાણામંત્રી સીતારમણ મેક્સિકોનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ મેક્સિકોનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચી ગયા છે. રવિવારે મોડી સાંજે નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય રાજદૂત અને કોન્સ્યુલ જનરલ દ્વારા સીતારામનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાણા મંત્રાલયે આજે ‘X’ પોસ્ટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું […]

નિર્મલા સીતારમણની મેક્સિકોના નાણામંત્રી સાથે મુલાકાત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને શનિવારે મેક્સિકો સિટીમાં મેક્સિકોના નાણા અને જાહેર દેવું સચિવ ડૉ. રોજેલિયો રામિરેઝ સાથે મુલાકાત કરી. જેમાં બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સીતારમને મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે મેક્સિકન સરકાર સાથે તેના અનુભવો શેર કરવામાં અને ભારતના ડિજિટલ પરિવર્તનના આધારે સહયોગની શક્યતાઓ શોધવામાં ભારતને આનંદ થશે. […]

મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધ્યું

નવી દિલ્હીઃ મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઈને અમેરિકાના વહીવટીતંત્રે ફ્લોરિડાના 50 લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે, વાવાઝોડાના કારણે ઝડપી પવન ફૂંકાવાની, ભારે વરસાદની અને સંભવિત ચક્રવાતની પણ શક્યતા છે. વાવાઝોડાની શક્યતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code