1. Home
  2. Tag "modi government"

એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ મોદી સરકાર દરમિયાન રૂ.12,000 કરોડના 12 લાખ કિલો ડ્રગ્સનો પણ નાશ કર્યો : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ‘નશીલા દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ’ને લઈ એક્સ પ્લેટફોર્મ પર શેર કરેલી એક પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે, “ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ પર શુભેચ્છા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકાર ભારતને ડ્રગ મુક્ત રાષ્ટ્ર બનાવવાની પ્રતિબદ્ધતામાં દ્રઢ છે […]

દીલ્હી-NCRમાં વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

નવી દિલ્હીઃ ગુરુવારે સવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નજીકના ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં હવામાન ખુશનુમા બની ગયું છે. રાત્રિથી આકાશમાં ધામા નાખતા વાદળોએ ગરમી સામે ઝઝૂમી રહેલા લોકોને થોડીક દયા અનુભવી હતી. આજે સવારથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમીમાંથી તાત્કાલિક […]

આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે ફારૂક અબ્દુલ્લાએ સરકારને આપી સલાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર 3 દિવસમાં આતંકવાદી હુમલાના 3 જેટલા બનાવો બન્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ મોદી સરકારે પણ આતંકવાદીઓના ખાતમા માટે નિર્દેશ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. અબ્દુલ્લાએ આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાત કરવા માટે […]

મોદી સરકાર એક્શન મોડમાં, મંત્રીઓએ પોતાના વિભાગોનો હવાલો સંભાળ્યો

નવી દિલ્હીઃ  મોદી 3.0 સરકાર મંગળવારથી ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. સવારથી જ અનેક મંત્રીઓએ એક પછી એક પોતાના વિભાગોની જવાબદારી સંભાળી લીધી છે. રવિવારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યા બાદ ગઈકાલે સોમવારે ચાર્જ સંભાળીને સૌપ્રથમ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હતો. દરમિયાન મોડી સાંજે કેબિનેટની બેઠક મળી હતી. આ ઉપરાંત મંત્રીઓને વિભાગ ફાળવવામાં આવ્યા […]

મોદી સરકારમાં ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ મંત્રાલયમાં ફેરફાર થવાની શકયતાઓ નહીંવત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટના શપથ ગ્રહણ બાદ મંત્રાલયને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. દરમિયાન મોદી 3.0 કેબિનેટના મંત્રીઓના પોર્ટફોલિયો ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. સોમવારે મોડી રાત સુધીમાં પોર્ટફોલિયોને લઈને લિસ્ટ જાહેર થાય તેવી શકયતા છે. જો કે, કેટલાક મંત્રાલયમાં ફેરફાર થવાની શકયતાઓ નહીંવત છે. ગૃહ વિભાગ, નાણા વિભાગ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલયમાં […]

1800 દિવસોમાં બદલાય જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, 12 આકરા નિર્ણયો બાદ હવે ચૂંટણીની તૈયારી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બરથી પહેલા વિધાનસભા ચૂંટણી યોજાશે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે અફસ્પાને હટાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ઘણાં વિસ્તારોમાંથી સેનાને હટાવી શકાય છે. કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું […]

મોદી સરકારે 4 મહિના માટે લોન્ચ કરી નવી યોજના, ઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદનારને થશે લાભ

નવી દિલ્હીઃ મિનિસ્ટ્રી ફ હૈવી ઈંન્ડસ્ટ્રીએ દેશના અંદર ઈલેક્ટ્રિક મોબિલિટીને વધારો આપવા એક નવી યોજનાની ઘોષણા કરી છે. સરકાર આ યોજના માટે 500 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નવી યોજના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે તૈયાર કરવામાં આવી છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી દત્તક અને ઉત્પાદનનો બીજો તબક્કો (FAME-2) સમાપ્ત થશે. આવામાં ભારે ઉદ્યોગ મંત્રી […]

અશ્લિલ કોન્ટેન્ટ મામલે સરકારની કાર્યવાહીઃ 18 OTT પ્લેટફોર્મ, 19 વેબલાઈટ, 10 મોબાઈલ એપ્સ બ્લોક

નવી દિલ્હીઃ ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલ કન્ટેન્ટ લઈને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 18 ઓટીટી પ્લેટફોર્મ, 19 વેબસાઈટ અને 10 મોબાઈલ એપ્સ (સાત ગુગલ પ્લે સ્ટોર અને 3 એપલ સ્ટોરની) તથા 57 જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ્સને દેશભરમાં બ્લોક કરી દેવામાં આવ્યાં છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B)એ વિવિધ […]

12 વર્ષમાં ફુગાવો અડધો થતા અર્થતંત્રને વ્યાજ દરો અંકુશમાં રહેવાથી ફાયદો થયોઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વર્તમાન સરકારની મહત્વાકાંક્ષા 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની છે અને આ દિશામાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે નવી દિલ્હીમાં લેટિન અમેરિકન અને કેરેબિયનના 19 દેશોના 35 પત્રકારોના મીડિયા પ્રતિનિધિમંડળને સંબોધતા પિયુષ […]

વિપક્ષી નેતાઓને નાગરિક સમ્માનની મોદી સરકારની પહેલ, શું પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવને પણ ભારતરત્ન મળશે?

નવી દિલ્હી:  સામાન્ય રીતે સત્તારુઢ પક્ષ તરફથી પોતાના વિરોધી પક્ષોના નેતાઓને સમ્માનિત કરવાની પરંપરા રહી નથી. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ પરંપરા બદલી છે. મોદી સરકારે પોતાના જૂના નેતાઓને નાગરિક સમ્માન આપવાની શરૂઆત કરી છે. પહેલા ભાજપ પોતાના જૂના નેતાઓને નાગરિક સમ્માનથી નવાજતું ન હતું. 6 વર્ષ સુધી વડાપ્રધાન રહેવા દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code