1. Home
  2. Tag "modi government"

નેહરુ મેમોરિયલનું નામ બદલવા મુદ્દે જયરામ રમેશે  મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી, 16 ઓગસ્ટ કેન્દ્રની મોદી સરકારે સત્તાવાર રીતે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી કરી દીધું છે. આ અંગે પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સ્વતંત્રતા દિવસના અવસરે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા બહાર આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આને લઈને પીએમ […]

મોંઘવારી સામે લડવા માટે મોદી સરકારની ખાસ યોજના, ભારત આફ્રિકા પાસેથી દાળ ખરીદશે

દિલ્હી: મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોદી સરકારે મોટી યોજના બનાવી છે. આ માટે વિદેશથી ટામેટાં અને કઠોળની આયાત કરવામાં આવશે. મોંઘવારી પર બ્રેક લગાવવા માટે ભારત નેપાળમાંથી ટામેટાં અને આફ્રિકાથી કઠોળ ખરીદશે. અહેવાલ છે કે આ માટે કેન્દ્ર સરકારે નેપાળ અને આફ્રિકા સાથે ડીલ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ માહિતી આપી હતી. […]

મોદી સરકારે કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ કર્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભુવનેશ્વરમાં રૂ. 761 કરોડના ખર્ચે કામાખ્યાનગર-ડુબરી સેક્શનને ફોર લેન કરવા અને લાડુગાંવ થઈને મોટેરથી બાનેર સુધીના રોડને રૂ. 34 કરોડના ખર્ચે પહોળો કરવાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ […]

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી,કોંગ્રેસે તેના સાંસદોને વ્હીપ જારી કરીને તેમને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું

ઇમ્ફાલ:મણિપુર મુદ્દે પીએમ મોદી પર સતત નિશાન સાધનાર વિપક્ષ આજે મોટો રાજકીય દાવ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ આજે લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે દેશને મોદી સરકારમાં વિશ્વાસ નથી, તેથી તેઓ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસે આજે […]

દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં વધારો, એક વર્ષમાં 14,007 કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવા બનાવનો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન 2021માં સાયબર ફ્રોડના 14,007 કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાને ટાંકીને, નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં જણાવ્યું હતું કે 2021 માં ઓનલાઈન એપ્સ દ્વારા કરવામાં આવેલા સાયબર છેતરપિંડીના […]

મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામ કર્યું : જે.પી.નડ્ડા

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે અને ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે જે 2014માં દસમા સ્થાને હતી. નડ્ડાએ અહીં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં ભારતની પ્રગતિનો શ્રેય મોદી […]

યુનિફોર્મ સિવિલ કોડ પર મોદી સરકારને મળ્યું મોટું સમર્થન,આમ આદમી પાર્ટીએ કહ્યું- લાગુ થવું જોઈએ

દિલ્હી : યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે મોદી સરકારને આ મુદ્દે આમ આદમી પાર્ટીનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું છે કે, આમ આદમી પાર્ટી (AAP) સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતા (UCC)નું સમર્થન કરે છે. સંદીપ પાઠકે કહ્યું છે કે કલમ 44 એ પણ કહે […]

દેશમાં સરકારે એક વર્ષમાં 249 અબજ યુનિટ વીજળી બચાવી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 249 અબજ યુનિટ વીજળી બચાવી છે. તેના કારણે બિલમાં 1.60 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આરકે સિંહે ‘નેશનલ એનર્જી ડેટાઃ સર્વે એન્ડ એનાલિસિસ 2021-22’ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલયે કહ્યું કે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા નીતી આયોગના સહયોગથી […]

હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇનને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇન, ગુરુગ્રામને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી આપવામાં આવી હતી, જે આ રુટ પર કુલ 28.50 કિલોમીટર અંતરને આવરી લેશે અને 27 સ્ટેશન ધરાવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો કુલ ખર્ચ રૂ. 5,452 કરોડ આવશે. આ 1435 […]

કેન્દ્રીય મંત્રી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરશે,પીએમ મોદી 31 મેના રોજ અજમેરમાં રેલીને સંબોધિત કરશે  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ યાત્રામાં મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવવાની જવાબદારી હવે કેન્દ્રીય મંત્રીઓને આપવામાં આવી છે. સોમવારે એટલે કે આજે કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ દરમિયાન રાજ્યની તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code