ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના આંદોલનને કોંગ્રેસે આપ્યુ સમર્થન
ગાંધીનગરઃ મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કર્મચારીઓની લડત છેલ્લા 66 દિવસથી ચાલી રહી છે. છતાં સરકાર કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. આથી હવે કોંગ્રેસે પણ સફાઈ કામદારોની લડતને ટેકો આપ્યો છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સફાઈ કામદારોના પ્રશ્ને ગાંધીનગરમાં અનશન પર બેઠા હતા. અને આ પ્રશ્નને વિધાનસભામાં ઉઠાવવાની પણ ખાતરી આપવામાં આવી હતી. […]


