1. Home
  2. Tag "Muni"

સુરતમાં દબાણ હટાવવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર ટોળાંનો હુમલો, બે કર્મચારીને ઈજા

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ શહેરના આંજણા ફાર્મ સ્થિત રઘુકુળ માર્કેટ પાસેના મખદુમનગર ખાતે કાટમાળ, ફર્નિચર અને લારી-ગલ્લાનું દબાણ દૂર કરવા પહોંચતા જ ટીમને ટોળાંએ ઘેરી લીધી હતી. માલ-સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ ટોળામાંથી કોઇએ પથ્થરમારો કરતાં માહોલ તંગ બન્યો હતો. ઘર્ષણને પગલે સલાબતપુરા પોલીસ સ્થળ પર દોડી આવી સ્થિતિ ઉપર કાબુ […]

અમદાવાદમાં કોરોનાના કેસની માહિતી ન મોકલવાના મામલે સાત લેબોરેટરીને મ્યુનિએ નોટિસ ફટકારી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો કોરોનાનો ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવતા હોય છે. ત્યારે ટેસ્ટના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો આ અગેની જાણ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ઓનલાઈન કરવાની જોગવાઈ છે. છતાં કેટલીક લેબ.ના સંચાલકો મ્યુનિ.ને રિપોર્ટ મોકલતા નથી. આથી મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ કોરોના કેસના રિપોર્ટિંગમાં બેદરકારી બદલ  […]

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેજાદ પઠાણની પસંદગીના મામલે કોંગીના10 કોર્પોરેટરોના રાજીનામાં !

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીને મહિનાઓ વીતિ ગયા બાદ કોંગ્રેસ વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શક્યુ નહતું. કોંગ્રેસના શહેરના ધારાસભ્યો પોતાના કોર્પોરેટરને વિપક્ષના નેતા બનાવવા માગતા મડાગાઠ સર્જાઈ હતી. આ મામલો પ્રભારીથી પણ ન ઉકેલાતા આખરે હાઈકમાન્ડ સમક્ષ ગયો હતો. આખરે મ્યુનિના વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણની પસંદગી કરાતા કોંગ્રેસના 10 કોર્પોરેટરે રાજીનામાંની ધમકી આપી હતી. […]

અમદાવાદમાં મ્યુનિ.ની પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજનાઃ 5 દિવસમાં 11 કરોડની આવક

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં ઉદાસિનતા દાખવતા હોય છે. અને વ્યાજ સાથે પ્રોપર્ટી ટેક્સ વધી જતા ઘણા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરી શકતા નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સપેટે કરોડો રૂપિયા શહેરીજનો પાસેથી લેવાના બાકી નિકળે છે. બીજીબાજુ મ્યુનિ.કોર્પોરેશન ઘણા સમયથી નાણાકિય ખેંચ અનુભવી રહ્યું છે. આથી મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સના બાકીદારો ટેક્સ ભરી શકે તે […]

અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકાને જાન્યુઆરીથી જ વ્યાજ માફીનો લાભ અપાશે

અમદાવાદઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક થાય છે. પરંતુ વહિવટી કરકસર ન હોવાને કારણે તેમજ આડેધડ ખર્ચ કરવાને કારણે મ્યુનિની તિજારી તળિયાઝાટક બની ગઈ છે. આથી મ્યુનિ. તિજોરીને પ્રોપર્ટી ટેક્સની વધુને વધુ આવકથી ભરવા માટે જાન્યુઆરીથી વ્યાજમાફી યોજના અમલમાં મુકાશે. મ્યુનિ.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, આગામી નાણાંકીય […]

રાજ્યના મહાનગરોમાં નોનવેજ લારીઓ માર્ગો પરથી હટાવવા મુદે હાઈકોર્ટેની મ્યુનિ.કોર્પોરેશનને ઝાટકણી

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેરમાં લારીઓમાં વેચાતી આમલેટ અને નોનવેજ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં લારી-ગલ્લાઓ ઉઠાવી લેવા તેમજ ગલ્લાધારકોનો ધંધો બંધ કરાવવા મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આકરા શબ્દોમાં સવાલ […]

અમદાવાદામાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ અટકાવવાની મ્યુનિને ફરજ પડી

અમદાવાદઃ અમદાવાદ, સુરત ,વડોદરા સહિત શહેરોના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રોડ પર ઊભી રહેતી ઈંડાં-નોનવેજની લારીઓને હટાવવા માટે ભાજપના સત્તાધીશોએ આદેશો આપી દીધા હતા, જેને પગલે મોટો હોબાળો થતાં છેવટે મુખ્યમંત્રીને દખલગીરી કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. અમદાવાદ સહિતનાં મહાનગરોમાં ભાજપના સત્તાધીશોના મનસ્વી નિર્ણયોથી લોકોમાં રોષ ફેલાતા પ્રદેશ ભાજપના નેતાઓ ખૂબ જ નારાજ થયા છે. આ […]

અમદાવાદ મ્યુનિના હેરિટેજ સેલને તાળાં લાગ્યા, સ્ટાફને ટ્રસ્ટમાં ફાળવી દેવાયો

અમદાવાદઃ શહેરનેવર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. પ્રાચીન નગર કહેવાતા  અમદાવાદ શહેરમાં હવે માંડ  2685  જેટલી પ્રાચીન મિલકતો બચી છે તેને જાળવવાની અને બચાવવાની જવાબદારી કોની તે મોટો પ્રશ્ન છે. ત્યાં મ્યુનિ.એ વર્ષો અગાઉ શરૂ કરેલાં હેરિટેજ સેલને તાળા મારી દઇને તમામ સ્ટાફને હેરિટેજ ટ્રસ્ટમાં ફાળવી દેવાતાં પુરાતત્વ સાથે સંકળાયેલાં નિષ્ણાતો પણ નવાઇ પામી ગયાં […]

અમદાવાદની ઘણી ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવારના નાણા મ્યુનિએ હજુ ચુકવ્યા નથી

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કપરા કાળમાં શહેરીજનોએ અનેક યાતનાઓ વેઠવી પડી હતી. કોરોનાના દર્દીઓ એટલાબધા વધી ગયા હતા કે, મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ દર્દીઓને સારવાર આપી શકાય તેમ નહીં હોવાથી મ્યુનિએ ખાનગી હોસ્પિટલોના બેડ રિકવાયર કર્યા હતા. કોરોનાનો કપરા કાળ તો સમાપ્ત થઈ ગયો પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હજુ  57 જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં  […]

અમદાવાદ મ્યુનિના 140થી વધુ પ્લોટ્સ પર દબાણો, વોર્ડ ઈન્સ્પેક્ટર્સને મહિનામાં રિપોર્ટ આપવા સુચના

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પો.ની માલિકીના કરોડોની કિંમતના પ્લોટ્સ પરના દબાણો હટાવવાની માગ ઊઠી છે. શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વો અને માથાભારે શખસો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 4000 જેટલા ખુલ્લા પ્લોટમાંથી 140થી વધુ જેટલા ગેરકાયદેસર દબાણ હોવાની સ્ફોટક વિગતો સામે આવી હતી.  તાજેતરમાં મળેલી ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code