1. Home
  2. Tag "Muni"

ગુજરાતમાં મ્યુનિ.ની 30 બેઠકોની પેટાચૂંટણી, ભાજપને 21 અને કોંગ્રેસને 9 બેઠકો, આપ’ની ડિપોઝિટ જપ્ત

અમદાવાદઃ  ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનની એક અને નગરપાલિકાની 29 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે 21 બેઠકો પર જીક મેળવી હતી. જેમાં સુરતની મ્યુનિ. કોર્પોરેશનની એક બેઠકની યોજાયેલી પેટાચૂંટણી જીતી લીધી છે. વોર્ડ નં.20ની સામાન્ય બેઠક પર ભાજપના રાજેશભાઈ રાણા વિજેતા થયા છે. ભાજપે દાવો કર્યો છે કે કુલ જે 30 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં 21 બેઠક […]

અમદાવાદની મ્યુનિ. હોસ્પિટલોમાં સિક્યુરિટી પાછળ કરોડોનો ખર્ચ, મેનપાવર બતાવીને કરાતું કથિત કૌભાંડ

અમદાવાદઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રજાના ટેક્સના નાણાનો ઘણા કાર્યોમાં વ્યય કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં સિક્યુરિટી પાછળ અઢળક ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરની મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં  કેટલીક સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ઓછી સિક્યુરિટી રાખી અને કૌભાંડ પણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠ્યા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા કોઈ જ પગલાં […]

રાજકોટમાં મ્યુનિ. દ્વારા એક સપ્તાહમાં 377 રખડતા ઢોર ડબ્બે પૂરાયા, હવે દૈનિક ટાર્ગેટ અપાયો

રાજકોટઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર વધતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.ના પ્રાણી રંજાડ અંકુશ શાખાએ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે દરરોજ 40 ઢોર પકડવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે આ લક્ષ્યાંક કરતા ગત સપ્તાહે વધારે રખડતા ઢોર પકડાયા હતા.  તા.13થી 20 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી 377 ઢોર પકડાયા હતા […]

અમદાવાદમાં મ્યુનિ, ક્વાટર્સમાં રહેતા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી, ટેક્સની વસુલાત કરાશે

અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢૂંબેશ શરૂ કરવામાં આવી છે. અને છેલ્લા 15 દિવસમાં કરોડો રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. દરમિયાન મ્યુનિ.ના ટેક્સ વિભાગ દ્વારા ટેક્સના બિલો ના મોકલાતા હોય એવી પ્રોપર્ટી સર્ચ કરવામાં આવી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રહેણાંક મકાનો એટલે કે મ્યુનિસિપલ ક્વાટર્સ અને EWS આવાસ યોજનાના મકાનોમાં […]

અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ, મ્યુનિ,કમિશનર અને ભાજપના પદાધિકારીઓ આમને-સામને

અમદાવાદઃ શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપના વપરાશને લીધે પર્યાવરણ અને પેપર કપમાં ચા પીતાં લોકોના આરોગ્યને પણ નુકશાન થાય છે તેથી મ્યુનિ.ના કમિશનરે આજથી એટલે કે 20મી જાન્યુઆરીથી પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે પેપર કપ પરના પ્રતિબંધની જાહેરાત સપ્તાહ પહેલા જ કરવામાં આવી હતી. મ્યુનિ.કમિશનરના આ નિર્ણયનો અમલ થવાના […]

અમદાવાદ મ્યુનિના પદાધિકારીઓ જાપાનના પ્રવાસે જઈ ન શક્યા, માત્ર અધિકારીઓને જ મંજુરી મળી

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધતો જાય છે. ત્યારે શહેરની ડ્રેનેજ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મ્યુનિ. કોર્પોરેશનને 2100 કરોડ જેટલી જંગી લોન આપવા સંમત થયેલી વર્લ્ડ બેંકનાં આમંત્રણથી મ્યુનિ. કમિશનર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓ રવિવારે જાપાન જવા રવાના થયાં હતા, ત્યારે તેમની સાથે મ્યુનિ.ના પાંચ પદાધિકારીઓને પણ જાપાન જવાની મંજુરી આપવામાં […]

ગાંધીનગરના માલધારીઓ માની ગયા, મ્યુનિ, સહયોગ આપે તો ઢોરને રખડતા મુકીશું નહીં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાના-મોટા શહેરોના જાહેર રસ્તાઓ પર ઢોર નિયંત્રણ કાયદાને રદ કરાયા બાદ પણ હજુ માલધારીઓ સરકાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરના માલધારીઓએ સામેથી શહેરના મેયર સાથે મિટિંગ કરીને સરકાર એનિમલ હોસ્ટેલ કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે ત્યાં સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતો સહયોગ આપશે. શહેરમાં પશુઓને જાહેરમાં ખુલ્લાં નહીં છોડવાની […]

અમદાવાદમાં ઢોર પકડવામાં નિષ્ફળ રહેતા મ્યુનિ.ના SNDCના બે અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર પકડવા મામલે મ્યુનિ.ના સીએનસીડી વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાના કારણે ભાજપના સત્તાધીશો પણ વિભાગના અધિકારીથી નારાજ બન્યા હતા. હાઇકોર્ટ પણ અવારનવાર ફટકાર લગાવતી હતી ત્યારે સીએનસીડી વિભાગનો HOD તરીકેનો હવાલો સંભાળતા નરેશ રાજપુત અને સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડો.પ્રતાપસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. છેલ્લા […]

અમદાવાદમાં મ્યુનિના ટેક્સના કૌભાંડ બાદ હવે અધિકારીઓને માટે OTP સિસ્ટમ લાગુ કરાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં કૌભાંડ પકડાયા બાદ અને આ મુદ્દે ટેક્સ કમિટીના ચેરમેને ફરિયાદ કર્યા બાદ પણ હજુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. અને આખાયે કૌભાંડ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ ઓનલાઈન ટેક્સ માટેની સિસ્ટમ વધુ મજબુત કરવામાં આવી રહી છે. ઇ ગવર્નન્સ પ્રોજેકટ મારફતે દરેકને લોગીન આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા છે. […]

અમદાવાદમાં કાળઝાળ ગરમી, કન્સ્ટ્રક્શન સાઈટના કામ બપોરે બંધ રાખવા સુચના

અમદાવાદઃ શહેરમાં એપ્રીલ મહિનાના પ્રારંભથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી તો તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં  હિટવેવ તેમજ યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તાત્કાલિક અસરથી જાહેર કર્યો છે. શહેરીજનોને ગરમીમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code