1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં કાળઝાળ ગરમી, કન્સ્ટ્રક્શન સાઈટના કામ બપોરે બંધ રાખવા સુચના
અમદાવાદમાં કાળઝાળ ગરમી, કન્સ્ટ્રક્શન સાઈટના કામ બપોરે બંધ રાખવા સુચના

અમદાવાદમાં કાળઝાળ ગરમી, કન્સ્ટ્રક્શન સાઈટના કામ બપોરે બંધ રાખવા સુચના

0
Social Share

અમદાવાદઃ શહેરમાં એપ્રીલ મહિનાના પ્રારંભથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી તો તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં  હિટવેવ તેમજ યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તાત્કાલિક અસરથી જાહેર કર્યો છે. શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. ઉનાળામાં શહેરના તમામ બગીચાઓ બપોરના સમયે જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. તમામ BRTS બસ સ્ટેન્ડ અને AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સુચના આપી દેવામાં આવી છે. રેડ એલર્ટ દરમમિયાન તમામ કનસ્ટ્રકશન અને મેટ્રો રેલ સાઇટ બપોરે 12 થી 4 કામગીરી બંધ રહે તે માટે સુચના આપવામા આવી છે.

અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી રહે તે માટે શહેરના દરેક ઝોનમાં એક-એક મોબાઇલ પાણીની પરબોનું  મેયર કિરીટ પરમાર, કમિશનર લોચન સહેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ સહિતના નેતાઓએ ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તમામ મોબાઈલ પાણીની પરબો આગામી બે માસ સુધી કાર્યરત રહેશે. જે મુખ્યત્વે ઝોનના મુખ્ય ચાર રસ્તા, કડિયાનાકા તથા સ્લમ વિસ્તારોમાં સવારે 10થી સાંજે 5 સુધી ફરશે અને લોકોને ગરમીમાં પાણી પીવડાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વધતા જતા તાપમાનથી લોકોને બચાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. હવામાન વિભાગ દૈનિક ધોરણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને એલર્ટ આપે છે, જે અનુસાર કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટીંગ મીડિયા મારફતે શહેરના તમામ નાગરિકો અને અન્ય સ્ટેકહોલ્ડર્સ જેમ કે હોસ્પિટલો, 108 સર્વિસીઝ વિગેરેને આ માહિતી પુરી પાડવામાં આવશે. જેને આધારે તમામ વિભાગો સર્તક રહીને હિટવેવને કારણે થતી અસરો ન્યુનતમ થાય તે માટે પ્રયત્ન કરી શકે.
શહેરમાં હાલમાં 500થી વધુ સ્થળોએ જન ભાગીદારીથી પાણીની પરબો કાર્યરત છે. તેમજ કોર્પોરેશન દ્વારા અન્ય અતિ મહત્વના એવા સ્થળો આઇડેન્ટીફાઇ કરેલા છે, કે જ્યાં પાણીની પરબોની જરૂરીયાત છે. તે તમામ સ્થળોએ જન ભાગીદારીથી સત્વરે પાણીની પરબો કાર્યરત કરવામાં આવશે. શહેરના તમામ બગીચાઓ બપોરના સમયે જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સુચના આપી દેવામાં આવી છે. રેડ એલર્ટ દરમિયાન તમામ કન્સ્ટ્રક્શન સાઇટ બપોરે 12થી 4 કામગીરી બંધ રહે તે માટે સુચના આપવામા આવી છે. ઇજનેર વિભાગ તેમજ મેટ્રો વિભાગના કામ કરતા કર્મચારીઓને પણ ગરમીના કારણે આડ અસર ન થાય તે માટે પુરતી વ્યવસ્થા કરવા માટે સુચના આપવામા આવી છે. રેડ એલર્ટ દરમિયાન તમામ ઇજનેર સાઇટ/ મેટ્રો સાઇટમાં બપોરે 12થી 4 કામગીરી બંધ રહે તે માટે સુચના આપી દેવામાં આવી છે.

તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓ.આર.એસ. કોર્નરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રેડ એલર્ટ દરમિયાન યુ.એચ.સી. સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ.દ્વારા તમામ આંગણવાડી પર ઓ.આર.એસ. ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.  તમામ મ્યુનિસિપલ સંચાલીત હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. AMTSના તમામ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મહત્તમ ભીડભાડવાળા ડેપો પર ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવશે. BRTSના તમામ બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફીક વિભાગ સાથે સંકલન કરી તેમનાં કર્મચારીઓ માટે ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code